SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા આ રીતે જ વિમુક્તિની હિલચાલ સર્વાંગી સ્વરૂપ ધારણ કરે છે તથા શાહીવાદની ગુલામીમાંથી શાહીવાદી સરકારની પાતાની પ્રજા, તથા પરાધીન પ્રદેશની પ્રજા, વિમુક્તિની હિલચાલનું આંતર રાષ્ટ્રીય પ્રજા એકમેાવાળુ અથવા માનવએકતાનું સ્વરૂપ ધારણ કરે છે. પ આ સંસ્કૃતિની વિમુક્તિની હિલચાલના બંને છેડા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના લાક સમુદાયના સ ંસ્કૃતિના નુતન સંબંધ બાંધે છે. વિમુક્તિની હિલચાલના અને છેડાઓના સાણસા વચ્ચે શાહીવાદી હકુમતનું રૂપ પકડાતું હાય છે તથા માનવ જાતતી આગેકૂચ આ રીતે સામ્રાજ્યવાદી ઘટનાને વિશ્વઈતિહાસમાંથી રદ કરીને માનવ વિકાસના વિશ્વબંધુત્વના સમાન એવા માનવભાવની જીવનની નક્કર એકતા પર લાવે છે. યુરેાપના સામ્રાજ્યવાદી દેશની પ્રજાએ ના સમુદાયા પણ સામ્રાજ્યવાદી ધટનાએ તેમને માટે ધડેલી સંહારની અને શોષણની રચનામાં તે પોતે કેદી છે તેનું ભાન આ વિસમા સૈકામાં ઉદય પામવા માંડયું છે. આ ભાન જેમ જેમ વધારે સંગઠિત રૂપ ધારણ કરતું જશે તેમ તેમ શાહીવાદી ઘટનાની શૃંખલાએ શાહીવાદી દેશની પોતાની અંદરથી પણ તૂટવા માંડશે. આ રીતે વિશ્વના ખતિહાસમાં પહેલીવાર માનવજાતની વિમુક્તિના સવાલ ટુંકા કે સંકુચિત રહેવાને બદલે, વિશ્વ જેવું વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે તથા વિશ્વયુદ્ધના વ્યાપક વિરોધ કરે છે, આથી વિશ્વના ઉત્થાન જેવી આ હિલચાલ નીચે સામ્રાજ્યવાદી ઘટના અંદર અને બહારથી તૂટવા માંડે છે. આજે આ હિલચાલનાં આંદેાલને ફીલીપાઇન્સથી પ્યારટારીકા સુધી અને મલાયાથી માલ્ટા સુધી તથા માડાગાસ્કરથી મારાક્કો અને ટાંગાનીકાથી ત્રીનીદાદ સુધી જળહળી ઉઠયાં છે. વિશ્વતિહાસ પર સંસ્કૃતિની આ લાકહિલચાલે ઉત્થાનનાં નૂતન એજસની અંજલી દીધી છે. આ હિલચાલના પ્રકાશ નીચે, ધીમે ધીમે સામ્રાજ્યવાદી દેશોની પ્રજાએએ, પોતાને ત્યાંના સામ્રાજ્યવાદી ઘટનાના સસ્કૃતિ વિરોધી અને પ્રગતિ વિરોધી સ્વરૂપને પિછાણવા માંડયું છે તથા પોતાના સંસ્કારના વિકાસ માટે પોતાને ત્યાંથી પણ આ સામ્રાજ્યવાદી ઘટનાને અંત આણવાની જરૂરિયાત તેમને સમજાવા માંડી છે. આ રીતે શાહીવાદી, એટલે યુદ્ઘ ઘટનાની, શાહીવાદી ધૂંસરીતે ફગાવી દઈ તે જ વિમુક્ત બની શકતાં કાઇપણ રાષ્ટ્રોનું સ્વરૂપ સ્વાભાવિક રીતે જ સામ્રાજ્યવાદના નિષેધનું બન્યું છે. આ વિમુક્ત રાષ્ટ્રામાં પેાતાના આંતરિક રાજ વહીવટનું રૂપ ગમે તે પ્રકારનું હાય છતાં પણ આ વિમુક્ત રાષ્ટ્રામાં એક સમાન્ય એકસૂત્રતા અથવા અકયતા, સામ્રાજ્યવાદના નિષે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy