SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઉગામાયેલાં આયુધો, પ્રદર્શનને દેખવા આવેલા સમુદાય પર જાણે ફેંકાતાં હતાં. ડેમેકલિસની લટકતી તલવાર જેવું યુદ્ધના દાનવનું ખંજર તમારા જ મહેકપર ઉતરતું હતું. દિવાલ પરનું ચિત્રફલક માનવ સમુદાયના ધબકારાને, તમારા -- જ દિલપર ધારણ કરતું હતું. આ રૂપદર્શનમાં ત્યારે ખમૈયા કહેતું એ કણ ઉડતું આવતું હતું ! શાંતિ હિલચાલન લેક વિરાટ, સવિતા જેવો તેજનો અંબાર બનીને, કોઈ સિમાડા પર નહોતો બેઠે પણ ઉડતો આવતો હતો. છત આખી તેજમાં તરબોળ બનીને વિશ્વશાંતિની વિભાવનાનું રૂપ ધારણ કરતી હતી. સંહારને શ્યામ પડછાયામાં, સંહારના ધૂમાડાના ધૂમ્મસમાં શ્યામલ પ્રકાશની છાયા ધરત, શાંતિ હિલચાલને પ્રકાશન કરે, વિરાટની બાથમાં શાંતિના આકારને અંલિંગતા હતા. ત્યારે દેખનારાંના ચહેરા પર યાતના ભેગી ભળી ગએલી વિષાદની છાયામાં શાંતિની પ્રસન્નતા, પ્રકાશ, બનીને ઓપી ઉઠતી હતી. પિકાસોએ એવું પ્રદર્શન રચી દઈને અંદર આવનારનાં અંતરેને પકડી લે તેવું અને પકડી લઈને સંહારના વલેણામાં લેવીને, શાંતિનું નવનીત દાખવી દે તેવું ફલક પરનું ક્રિયારૂપ યોજ્યું હતું. આજે પણ આ વૃદ્ધ કલાકારની ૧૯૫૭ની સાલ આજ પર્યત ચિત્રદર્શનની પિંછી ધારણ કરીને ચિતર્યા જ કરે છે. એની સંસ્કૃતિની વિશ્વશાંતિની વાંછને પારેવાની વિશાળ બનતી પાંખપર ચડેલા પ્રાણનું નિત્ય નૂતન રૂપ આલેખ્યા કરે છે. એનું ચિત્રપટ જગતના ત્રસ્ત બનેલા અંતરને કહ્યા કરે છે કે, “મેં યુદ્ધની જે ભિષણતા ચિતરી બતાવી છે, તે, વિશ્વશાંતિના વિજ્ય સાથે ભુતકાળની બીન બની જવાની છે, અને સંહાર હકીકતો, વર્તમાન અને ભાવિનાં રૂપમાં મઢાયા જ કરાવાની છે.” શી સબુત !” “તમારે સાબીતી જોઈએ છે!” બોલતે નૂતન જગતને આ વિશ્વચિતાર, યુગવેગ જેવી છટા ધરત, વૃદ્ધ કલેવરપર યૌવનના રંગથી ઓપતે સીગરેટ સળગાવતો, પિતાને, જીવતું દેખાતું સ્વપ્ન ચિતરવા ચાલ્યો જતે કહે છે, “હું કામે જાઉં છું આપણે નૂતન જગતની એવી રચના કરવાના છીએ કે જેમાં. “શ્રમકાર્ય” નામના શબ્દનો એક તરંગી અને બીજો વાસ્તવિક, એવા બે અર્થ નહીં હોય. માનવીનું કાર્ય એ નુતન જગતમાં, ખેતર પર, કારખાનામાં, કાર્યાલયમાં શાળામાં, દવાખાનામાં કે ચિત્રશાળામાં એક જ અર્થવાળું અને એક જ માનવ મૂલ્યવાળું પુરવાર થઈ ગએલું હશે.”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy