________________
૪૦
વિસમા સિકાની સંસ્કૃત્તિની જીંદગી [ જીવનસ્વરૂપની કટેકટી જેવી નૂતન વાસ્તવતા–વાસ્તવવાદનું સૌંદર્યરૂ–જીવન વાસ્તવિકતાને પાયે, વિજ્ઞાન સંસ્થાયંત્ર તંત્ર અને અંદગી-વિજ્ઞાન અને સંસ્કૃતિનું ચિત્રપટ-માનવ સંસ્કૃતિના ઈતિહાસનું મૂલ્ય, વિશ્વશાંતિ–વિશ્વશાંતિની ત્રીજા શતકની સંવત્સરી, કેમેનીયસ-નૂતનયુગને જીવનકલાકાર, રસકીન –જીવન ઘટનાની વાસ્તવિક્તા અને મારેલાં–વિશ્વશાંતિની ઘટનાને પાયો, વિમુક્ત રાષ્ટ્રો સામાજિક વિમુક્તિનું અર્થકારણ અને રાજકારણ–વિમુક્તિનું વાસ્તવરૂપ, માનવજાતની વિમુક્તિરાષ્ટ્ર વિમુક્તિનું વિશ્વ ઈતિહાસનું પહેલું એકમ, રૂસી કાન્તિ–વિશ્વ શાંતિનો અકિંચન અવાજ, ટેલિસ્ટય-સામાજિક ક્રાન્તિનો નિયામક લેનિન–કાતિની ઘટનાને ઈતિહાસમાનવ, સ્ટાલીન–વિશ્વયુદ્ધને પ્રતિકાર કરતી પહેલી ઘટના–શાંતિમય સહઅસ્તિત્વની પરદેશનીતિ–સ્ટાલીનયુગને અંત સમય અને વિમુક્તિ યુગની વ્યાપકતા–ઇતિહાસની જીંદગીમાંથી નિપજેલું મૂલ્ય, કાનૂન– આંતરરાષ્ટ્રિય કાનૂનની પહેલી ગીતાંજલિ–વિશ્વનાગરિક, આઇનસ્ટાઈન–માનવ ધર્મનું વ્યક્તિત્વ, ગાંધી–ભારતને પરદેશનીતિ દાખવતું દશન-વિમુક્તિનું વિશ્વરૂપ વિશ્વનાં શ્રમમાનોનું સંગઠન રૂ૫–આંતરરાષ્ટ્રિય ઉત્થાનને નૂતન કાનૂન, સાર્વભૌમત્વ–સાર્વભૌમત્વને ઈતિહાસ-ચીની વિમુક્તિનું ઈતિહાસરૂપએશિયન વિમુક્તિને આર્ષદ્રષ્ટા–વિધઇતિહાસની વિમુક્તિને છડીધર, નાસેર
–શાંતિમય સહઅસ્તિત્વને સીમાસ્તંભ, ભારત–આંતરરાષ્ટ્રિય શાંતિદૂત, કષ્ણ મેનન ] જીવનસ્વરૂપની કટોકટિની નૂતન વાસ્તવિકતા
ઈ. સ. ૧૮૮૦થી વીસમા સૈકાનાં જીવન સ્વરૂપનું કટોકટિને ધારણ કરતું સર્વ વિભાગનું સામાન્ય જીવન લક્ષણ નજરે ચઢવા લાગ્યું. કલામાં કવિતામાં, મનોવિજ્ઞાનમાં અને ભૌતિક વિજ્ઞાનમાં પણ કટકટિનુંરૂપ આલેખાવા માંડયું. વિશ્વ ઈતિહાસની વિશ્વરચના પણ કટોકટિમાં પિસવાની જાહેરાત કરતી હોય તેમ, યુરોપના ઉંબરા પર ઉભેલા, જર્મન સામ્રાજ્યના સ્વરૂપ મારફત દેખાયું. આ જર્મન મહારાજ્ય જગતના ફરીવાર ભાગ વહેંચવા નીકળવાની