________________
૭૧૦.
વિઝવ ઇતિહાસની રૂપરેખા નાર અમેરિકન શાહીવાદ પાસે, ઈ. સ. ૧૯૦૨ માં માત્ર ૧૭૦,૦૦૦ ચોરસ માઈલને સંસ્થાનો પર કબજો હતે. પછી ઈ. સ. ૧૯૨૬માં આ શાહીવાદની હકુમત નીચેનો પ્રદેશ ૯૦૦, ૦૦૦ ચોરસ માઇલ બની ગયું હતું. પછી બે વિશ્વયુદ્ધો આવ્યાં અને બીજા વિશ્વયુદ્ધની કારવાહીમાં જર્મન ઇટાલીયન ફાસીવાદને નાણાંના ઢગલા ધીર્યા પછી અને એ વિશ્વયુદ્ધમાં વિજય પામ્યા પછી અમેરિકન શાહીવાદ આખી દુનિયાની આગેવાનીમાં હવે કોઈને ભાગીદારી આપવાની મના કરતું હતું તથા આખા જગતને અમેરિકન સંસ્થાન બનાવી દેવા એક પછી બીજે એમ, યુરોપ પર આર્થિક નિર્ણય મેળવીને પછી એશિયા, આફ્રિકા અને મધ્યપૂર્વ પર લશ્કરી કરાશે અને જૂથ રચતો હતો સીએમાં સીઆમ અને પાકીસ્તાન
એશિયા પરનું અમેરીકન આર્થિક શાહીવાદનું રાજકારણ ચીન ભારતમાંથી પાછું પડતું હતું ત્યારે અમેરીકન સરકારની પરદેશનીતિની નજર સિયામ નામના એશિયન પ્રદેશના મહારાજાના પ્રદેશ પર પડતી હતી. આ મહારાજા જન્મ અમેરીકન હતે તથા એ મહારાજાનો એશિયાભરમાં અતિ પછાત એ પ્રદેશ દક્ષિણ પૂર્વ એશિયા પર પિતાની આક્રમક નીતિ અજમાવવા માટે અમેરીકાના આર્થિક શાહીવાદને ખૂબ કામ લાગે તે હતો. હવે સિયામને નજરમાં રાખીને એશિયા પરની અમેરીકન પરદેશનીતિ દક્ષિણ પૂર્વ એશિયાને દક્ષિણ સાથે જોડી દેવા ભાગતી હતી તથા સિયામના પાટનગર બેન્ગકોકને પિતાનું મથક બનાવતી હતી. હવે દક્ષિણ કોરીયામાં પણ અમેરીકન શાહીવાદ પિતાનું લશ્કરી મથક જમાવીચૂકર્યો હતો તથા અમેરીકાના પાંચસે લશ્કરી અમલદારે દક્ષિણ કોરીયાના લશ્કરને તાલિમબધ્ધ બનાવવા મંડી પડયા હતા. જાપાન પર અમેરીકન અધિપતી તરીકે બેઠેલે જનરલ મેઆર્થર ઉત્તરકેરીયા પર આક્રમણ કરીને ચીન પર ચઢાઇ કરવાનો બૃહ ગોઠવતા હતા. આ વ્યુહની સાથે સાથે જ પિતાની હકુમત નીચેના તૂર્કસ્તાનના પ્રદેશપરથી પાકીસ્તાન પર ચીન ભારત પર દબાણ લાવવા માટે પિતાની પરદેશનીતીને ગોઠવવાને આરંભ શરૂ થઈ જતો હતે.
અમેરીકન અસર નીચે પાકીસ્તાને તૂર્કસ્તાન સાથેના મિત્રી કરાર કર્યા અને ઈ. સ. ૧૯૫૩ના ડીસેમ્બરમાં પાકીસ્તાનને હથિયારો આપવાની યોજના પ્રમુખ આઇઝનહાવેરે મંજુર કરી. પાકીસ્તાનના અસ્તિત્વ વિષે જેને જરા પણ દરકાર નહતી તેની સાથે અમેરીકન સરકારે હવે મિત્રાચારી શરૂ કરી. અમેરીકાના નૌકા ખાતાના અમલદારોએ પાકીસ્તાનની મુલાકાત લેવા માંડી અને ઇ. સ. ૧૯૫૩માં અમેરીકા તરફી મહમદઅલી, પાકીસ્તાનનો વડાપ્રધાન