SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યપૂર્વમાં ડોકીયું આરબ જગતને આરે આવી પહોંચ્યું હતું અને ગાઢ નિદ્રામાં પડેલા આ અરબી જગતને ઢંઢોળી નાખતું હતું. આ આરબ જગતને, સાઉદી અરેબીયા નામને પ્રદેશ લાલ સમુદ્રથી ઇરાની અખાત સુધી લંબાયેલે માટે દ્વિપકલ્પ છે. એની ઉત્તરે ઈરાક અને જેરડન છે, તથા આ આરબ જગતની આસપાસ અંગ્રેજી શાહીવાદે પડાવેલા, અને અંગ્રેજી હિતથી વણે લીધેલા, પ્રદેશો છે. ઈરાનના અખાતને આરે આરે આવેલા તથા અરબી સમુદ્રની કિનારી પર છવાયેલા અંગ્રેજી શાહીવાદી હકુમતને, વાલીપણું નીચે રક્ષિત પ્રદેશ તરીકે મળેલા આ પ્રદેશ, કુવાત, બેહરીન, કાતાર. શિયલઓમાન, બુરામી, મુસ્કાત તથા એડન, નામના પ્રદેશ છે. આ એડનની પાસે જ યમન, નામને એક પ્રદેશ છે. સાઉદી અરબસ્તાનનાજ આ એક વિભાગ જેવા પ્રદેશ પાસેથી એડન પરનો અધિકાર, અંગ્રેજી શાહીવાદે લઈ લીધું છે. આ એડને હવે અંગ્રેજી વાલીપણાની પકડમાંથી મુક્ત બનવાની માગણી કરીને યમન સાથે જોડાઈ જવાની હિલચાલ શરૂ કરી છે. વહાબી હિલચાલ સાઉદી અરેબીયા આવું જાણે એક જગતજ છે. આ જગતને ઇન્નસાઉદ નામના એક ધર્મ સુધારક યોદ્ધાએ ઢંઢાળીને હમણાંજ પહેલા વિશ્વયુદ્ધ પછી ઉઠાડી દીધું. આ ઈબ્ન, મહમદ વાહબ નામના એક ઇસ્લામિક, માટીનલ્યુથર જેવા ધર્મ સુધારકને અનુયાયી હતું. આ વાહેબે આ રણ પ્રદેશ પર ઈસ્લામને સુધરવાની રણ હાકલ ગાજતી કરી. આ વાહબ હિલચાલે, હાશિમાઈટ જેવી ધર્મ આગેવાનોની, શાહીવાદી પ્યાદાઓ બનેલી, યુરોપની ગુલામી નીચે માથાં ઝુકાવતી જળને પદભ્રષ્ટ કરી દીધી. અંગ્રેજોએ સાચવેલી આ જમીનદારી જડોને, ઈ. સ. ૧૯૨૪માં વાહબી હિલચાલના આગેવાન ઈબ્ન સાઉદે ઉખેડી નાખીને, આ સુધારક હિલચાલે, મક્કા અને મદીનામાંથી વેશ્યાવૃત્તિના અખાડાઓને નાબૂદ કરી નાખ્યા. સૈકાઓ સુધી નહીં દેખાયેલી એવી સુધારક હિલચાલ આ રણ પ્રદેશ પર ગાજી ઉઠી. આ હિલચાલની શાળાની અગ્નિ પરિક્ષાઓ નીચે ઈન્ને પિતાના દીકરાને જીવનવ્યવહારના કઠણ પાઠ શિખવ્યા અને એ મરણ પામે ત્યારે, આ રણ પ્રદેશ પર પંચાવન વરસની ઉંમરે એને દીકરે રાજા, સાઉદ, ઈગ્ન, અબદુલ અઝિઝનું નામ ધારણ કરીને આ પ્રદેશને રાજા બને. સાઉદી એરેબીયાનું અંદર અને બહારનું રાજકારણ, રાજા સાઉદ, ઈન્ત, અઝિઝને, રાજવહિવટ ધારણ કર્યો હજુ ત્રણ વરસ જ વિત્યાં છે. આ પ્રદેશ પર ઈસ્લામની લેકશાહીના એ સર્વાધિકારી ૮૭
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy