SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યપૂર્વમાં ડોકીયું તાઓ તરીકે બેઠેલા જગતના અંગ્રેજી-ઇંચ અને અમેરિકન શાહીવાદની ઘટનાએ રાષ્ટ્રસંધની બહાર જમાવેલાં યુદ્ધર લશ્કરી જાથમાંનું આ એક લશ્કરી જૂથ છે. બગદાદ ઇરાકનું પાટનનર છે. ઈરાક દેશ પાસે આખાય પશ્ચિમ એશિયામાં સૌથી મેટ ખેતીપ્રધાન પ્રદેશ છે. ઈરાકની આ ફળદ્રુપતાનો પ્રદેશ વિસ્તાર ઈજીપ્તથી પણ પાંચગણો મટે છે. પંચાવન લાખની વસ્તીવાળા આ પ્રદેશ પર ટાઈગ્રીસ અને યુક્રેટીસ નામની પ્રાચીન સરિતાઓ વહે છે. છતાં આ બધી ફળદ્રુપ જમીનના માલીક અંગ્રેજી શાહીવાદે રચેલી ઘટનાવાળા છે. આ જમીનને સાત ટકા જેટલો જ ભાગ ઈરાકના ૮૮ ટકા ખેડૂતે પાસે છે. કુલ વસ્તીના એંશી ટકાથી વધારે સંખ્યાવાળી આ પ્રજાનું રૂ૫ અત્યંત ગરીબ અને કંગાળ રાખવામાં આવ્યું છે. આ પ્રજા પર વિમુકિત નહીં પણ શાહીવાદી ગુલામી રચાઈ છે. આ પ્રદેશ પરની સૌથી મોટી લત તેની ધરતીની અંદરથી નિપજતું તેલ છે. આ બધા તેલને માલીક બ્રિટન, અમેરિકા, હોલેન્ડ અને ફ્રાન્સનો શાહીવાદ છે. બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજી શાહીવાદના સાથમાં અહીં અમેરીકન શાહીવાદનું પ્રપંચરૂ૫ શરુ થયું. ઈરાકને ગુલામ બનાવનાર ટરકીના આશરા હેઠળ અને પાકીસ્તાનની શરમજનક મૈત્રી હેઠળ તથા ઈરાનની દસ્તીના રાજ કારણ હેઠળ અમેરિકન શાહીવાદે આ પ્રદેશને પણ પરોવી દીધો અને આ બધાંમાંથી આખા મધ્ય એશિયાની વિમુકિત પર નિશાન તાકવાને, બગદાદ કરાર નામનો લશ્કરી કરાર કર્યો. આ બગદાદ કરારના સભ્યપદે અને પ્રમુખપદે અંગ્રેજી અને અમેરિકન શાહીવાદ જોડાયો છે. આ શાહીવાદે ઈરાકમાં ત્રણ સ્થળે પિતાના લશ્કરી મથકે સ્થાપી દીધાં છે. આ ત્રણે મથકનું નિશાન મધ્યપૂર્વ પર યુદ્ધ સળગાવીને વિમુક્તિને રગદોળી નાખીને આખા મધ્યપૂર્વને પિતાનું સંસ્થાન બનાવી દેવાનું છે. શાહીવાદી પકડનું આવું રૂપ આ કમનસીબ તેલ પ્રદેશ પર વધારે સ્પષ્ટ દેખાય છે. અંગ્રેજી શાહીવાદે આ તેલ પ્રદેશને પિતાની હથેળી પર બેસાડ્યો છે. અંગ્રેજી શાહીવાદે જ ઈ. સ. ૧૯૨૧ માં: આ દેશ પર પિતાના શાસનના શાહીવાદી ખેપીયા જેવા રાજાને ઇરાકની ગાદી પર બેસાડ્યા હતા. આ રાજ્યને એ શાહીવાદે પછીથી રાજ્ય બનવાની અને રાજાને શાસન કરવાની મના કરી, અને પિતાનું શાસન જમીનદારને અથવા શેખને વર્ગ ઉભો કરીને ભેદનીતિને ભરડે નાખીને શરુ કર્યું. પાંત્રીસ વરસ સુધી ઈરાકના રાષ્ટ્રવાદે આ પરાધીનતા સામે લડત કર્યા કરી છે છતાં આજે અંગ્રેજી હકુમતની પકડ, આ કમનસીબ પ્રદેશ પર સૌથી વધારે સખત છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy