SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યપૂર્વમાં ડોકીયું પાટનગરના સમરાંગણપર પેલે ઝાહેડી વિજેતા બન્યો. ઈરાનના એકવાર ભાગી ગએલા શાહને ફરીવાર પાછો ઉજજડ નગરનાં ખંડિયેરમાં લાવવામાં આવ્યો અને ગાદીપર ગોઠવી દેવામાં આવ્યો. આ બધાની પાછળ તેલનું રાજકારણ હતું. તેલનું રૂપ ધારણ કરેલે, ઈરાનને અગ્નિદેવ એબેડાનના કુવાઓમાં પુરાછે છે. આ કુવાઓ પર માલીકી ધરાવતા શાહીવાદે ઈરાનના તેલના રાષ્ટિયકરણને નાબુદ કરી નાખવાની હોડ બકી દીધી હતી તથા ઈરાનના શહેનવાહની તાજપેલી કરીને તેણે પોતાને અધિકાર ચાલુ રાખ્યો. આ પ્રાચીનભૂમિ પર આવેલી આર્ય જાતિઓએ આ ભૂમિને પિતાનું ઘર બનાવીને તેનું નામ આર્યાને વિજો પાડયું હતું ત્યારથી આ આર્યાને વિજે અથવા ઇરાન, આ ભૂમિનું અને અંદરના તેલના ભંડારાનું માલીક હતું. પછી ગ્રીક લેકએ આ ભૂમિનું નામ પરશિયા પાડ્યું. આ નામપણ ખૂબ પ્રચીન છે. પછી આ પ્રાચીનતાપર અર્વાચીન એવો પશ્ચિમને શાહીવાદ આવી પહોંચ્યું. પછી બીજા વિશ્વયુદ્ધને વિજ્ય ધારણ કરીને અહીં અમેરિકન શાહીવાદે ઇરાનને પિતાની સંસ્થાનિક શંખલામાં પરોવી દીધું. મુસાદીની આગેવાની નીચેની લેકહિલચાલને કચડી નાખવામાં આવી, તથા બગદાદ કરાર નામને લશ્કરી કરાર ઈરાકમાં રચાયે. ઈરાનની આ પશ્ચિમની સરહદે સરકી અને ઈરાક પડ્યાં છે. ટરકી નામને આ પડોશી શાહીવાદે રચેલા ના નામના લશ્કરી કરારને સભાસદ છે. એશિયા આફ્રિકાની વિમુક્તિની હિલચાલને કચડી નાખવા રચાયેલી આવી યુદ્ધખોર ઘટનાના શાહીવાદી રૂપમાં જ ઈરાન પણ પગથી માથા સુધી પરોવાઈ ગયે. બગદાદ કરારના નામવાળે ઈરાક પણ ઈરાનને પડોશી છે. આ બન્ને પડોશભેગી શાહીવાદી શેતરંજના દાવમાં ઈરાનની વિમુક્તિની હિલચાલ ખતમ થઈ ગઈ અને ઇરાન પણ શાહીવાદી લશ્કરી ઘટનામાં પરોવાઈ ગયો. આ ઘટનામાંજ કયારને પરવાઈ ચૂકેલે પાકિસ્તાન પણ બગદાદ કરારને સભાસદ બને અને ઈરાનની પૂર્વ સરહદ પર થી આ પ્રદેશમાથી બગદાદી કરારની શાહીવાદી યુદ્ધ રચના આ ભૂમિ પર શરૂ થઈ. છતાં ઈરાનની ભૂમિ પર વસતી ઈરાની પ્રજાની વિમુક્તિની હિલચાલને આ સરહદી શાહીવાદી ઘટના આજે ખતમ કરી શકે તેમનથી. સૈકાઓથી સળગતી વિમુક્તિની દાઝ, ઉપરનાં દમનને લીધે ભેમભિતર બનીને ઈરાનની ધરતીમાં વહેતા અગ્નિના ભંડાર જેવી આજે ભારેલી પડી છે. ઇરાનને તેલને સવાલ ઈ. સ. ૧૮૫૩ માં એંગ્લેઈડીયન ઓઈલ કંપનીનું ઈરાનના મુસાદીક નામના વૃદ્ધ નેતાની આગેવાની નીચે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy