________________
૬૬૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
આફ્રિકાના પૂર્વ પ્રદેશ-કેન્યા
આફ્રિકા ખંડના પૂર્વ કિનારાઓના પ્રદેશ ક્ષેત્રફળમાં ફ્રાન્સ કરતાં મેટા છે તથા પચાસ લાખ નીÀા, તેવુ હજાર હિંદી અને ત્રીસ હજાર યુરોપીઅનેાની વસ્તીવાળા છે. આ પ્રદેશના ત્રણ પંચમાંશ ભાગ રણુ જેવા છે અને દક્ષિણના દરિયા કિનારાના પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે. એનાં એ મેટાં નગરો છે, નૈરાખી એનું પાટનગર છે અને માંબાસા બંદરગાહ છે.
.
આ પ્રદેશપર વહીવટી દૃષ્ટિએ એ વિભાગ કરવામાં આવ્યા છે. એક • પ્રોટેકટોરેટ' અને બીજો કાલાની ' છે. પ્રોટેકટોરેટ વિભાગ દશ માઇલની પહેાળાઇવાળા અને હીદી મહાસાગરને, ટાંગાનીકાથી કીથીની અને લામુ ટાપુએ સુધી અડેલા છે. આ કેન્યાપ્રદેશ પર અંગ્રેજી શાહીવાદનું રાજ છે. ગવનર અને તેની કમિટિની નિમણુક અંગ્રેજી સરકાર કરે છે. આ પરદેશીશાસનનોજ કેન્યાપર માટી જમીનદારી પણ છે. જ્યાં લાડડીલીનીર એકલાખ એકરના માલીક છે, લાર્ડ પ્લીમાઉથ સાડાત્રણ લાખ એકરના જમીનમાલીક છે, એવી ત્યાંની જમીનદારશાહી છે. આ ઉપરાંત અનેક અંગ્રેજી ક પનીઓ જમીનના મોટા પ્રદેશની માલીક છે. દા. ત. ઇસ્ટ આફ્રિકા એસ્ટેટ લીમીટેડ પાસે સાડાત્રણ લાખ એકરની જમીન માલીકી છે. ત્રીસ હજારની આ ગારી વસાહત પાસે. પચાસલાખ કાળી માનવતાની બધી શ્રમ-પેદાશ અંગત માલીકી તરીકે કાયદેસરરીતે આવ્યા કરે છે.
આ પૂપ્રદેશપરની માનવતાને વસવાટ ફળદ્રુપ નહી એવી જમીનેપર રાખવામાં આવ્યા છે. આવા ક્રૂરજીઆત વસવાટ માટે ક્રાઉન લેન્ડસ એરડીનન્સ ' નામને વહીવટી કાનૂનને ત્યાં અમલ થયેા છે. આ કાયદા પ્રમાણે કાઇપણ કાળાં માનવા ફળદ્રુપ જમીનપ્રદેશની માલીકી ધરાવી શકતાં જ નથી. આ બધી માનવતાના પેાતાના વેરાન વસવાટામાં પેટ પૂરતું ખાવાનું મળી રહેતું નહી' હાવાથી અંગ્રેજી જમીનદારાની મજુરી કરવા તથા ઉદ્યોગામાં કામ કરવા, કંગાળ એવા મજુરીના દરાથી આવવાની તેમને ફરજ પડે છે. આ જમીન પરને માનવસમુદાય આ રીતે, ધાસ અને માટીની ઝુ ંપડીએમાં જીંદગી ગુજારે છે, અને કાળી મજુરી કરે છે.
આ માનવાને કાઇ રાજકીય અધિકાર નથી. કાઇપણ નીગ્રા નરનારીને પકડીને વેઠ માટે માકલી શકાય છે. જ્યારે ઇજીપ્તની નહેરના પ્રદેશપર લશ્કરી છાવણી નાખીને પડેલી અંગ્રેજી વસાહતની મજુરી કરવાને ઇજીપશીયન મજુરાએ ઇન્કાર કર્યાં ત્યારે આ પૂર્વ પ્રદેશપરથી સંખ્યાબંધ વેઠીયાંઓને પકડી લઈને આ પ્રદેશપર રવાના કરવામાં આવ્યાં હતાં.