SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ६४४ વિવ ઈતિહાસની રૂપરેખા | હિરોશિમાની જનતા પર હેવાનિયતનું હથિયાર ધરેલે શાહીવાદના રૂપને વરેલે અમેરિકી પ્રમુખ સુમેન આકાશવાણી બોલ્યો કે “અમે ફેંકેલે એ બેબ અણુબ છે. ટી-એન-રીના વીશ હજાર ટનથી પણ એની સંહારશક્તિ વધારે છે. જાણે શાહીવાદની હેવાનિયતને આ અવાજ હિરોશિમા પર સ્મશાનને સાદ બનતે હતે. એ નગર–સ્મશાનમાં એક ઘરના એક રેષ્યિા પાસે જીવતી બેઠેલી એક સ્ત્રી એ સાંભળતી હતી ત્યારે જ અગ્નિના ઓચિંતા કંપથી ધૂળ ઊઠતી મરણ પામતી હતી. એના હાથમાં રુમાલ ગૂંથવાના દેરામાં પરોવાયેલ હાથ અને હાથમાને સળિયો તેમને તેમ રહી જતા હતા. પછી ઓગસ્ટનાં ૯મા દીવસે સવારમાં અગીઆર વાગ્યા પછી બે મિનિટે જાપાનના નાગાસાકી નગર પર બીજો એટબંબ પડે. પછી તરત જ હીરહીટનો કંગાળ અવાજ જાપાની વાયુમથક પરથી સંભળાય. શહેનશાહ પોતે પિતાની રજવાડી જમાનાની નાકાબંધીઓ પાછળથી ઇતિહાસમાં પહેલી જ વાર પિતાને દેવતાઈ અવાજ સાંભળવાની જાપાનના સામાન્ય લેકને તક આપતો હતો કે “આપણું શહેનશાહત અને સામ્રાજ્યની આજની દશા પર ઊંડે વિચાર કર્યા પછી આપણે બીનશરતી સમાધાન કરવાના નિર્ણય પર આવ્યા છીએ.” | હિરોશિમાં શું હતું? એક નગર જેવાં બીજાં નગરો હતાં તેવું જ એ નિર્દોષ નગર હતું. જેમ દરેક નગરમાં નિર્દોષ જનતા વસતી હોય છે, તેવી જ નિર્દોષ માનવતા એમાં પણ વસતી હતી. હિરોશિમાનાં નરનારીઓને હિરોશિમાનાં બાળકબાળકીઓને, અને હિરોશિમાનાં સંગ્રહસ્થાનો, દેવળે, શાળાઓ, દવાખાનાં અને એકએક ઘરબારને સંહારી નાખવા અમેરિકી શાહીવાદ ફરમાન બોલ્યો હતે.એવાંજ ફરમાન, જંગીસ ને સિકંદર, તૈમુર અને નાદિર ઈતિહાસમાં બલી ગયા હતા. અમેરિકન, શાહીવાદી યુદ્ધનું નિશાન, માનવ સમુદાય બીજું વિશ્વયુદ્ધ હવે અંત પામવા માંડયુ હતું ત્યારે, જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની ફાસીવાદી ધરીવાળા યુદ્ધનાં ચક્રોને, સ્ટાલીનઝાડનાં પાડ માંથી હાંકી કાઢીને જ્યાંથી એ નીકળ્યું હતું ત્યાં બલીન સુધી પાછું હટાવી દેવામાં આવ્યું હતું ત્યારેજ, તૂટી પડતા જાપાન પર, પિતાનો કબજે એકદમ મેળવી લેવા માટે તથા આખા જાપાન પર અમેરિકન શાહીવાદનું શાસન સ્થાપી દેવા માટે જાપાનમાં આ બે નગરનો અમેરિકાએ એટબ નાખીને સંહાર કરી નાખ્યો. પછી હિરોશિમા અને નાગાસાકીના શબ પર ઉભેલા, અમરિકી શાહીવાદના સેનાપતિ મેક આર્થરે જાપાન પર કબજો ધારણ કર્યો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy