SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ અણુયુગનું ઉદઘાટન નેને વાંચવા માંડ્યું. પંદર વરસના આ પંતુજીએ પિતાને ચીલે બદલે હતે. હવામાનના અભ્યાસની એને લત લાગી ગઈ. આ અભ્યાસમાં એમાં સેંતાલીસ વરસો વહી ગયાં, પછી એણે નેધના થોકડામાંથી નીચોવીને સારી કાઢયો. કે હવા ઘણું ગેસનું મિશ્રણ છે. પણ ભારે વજનવાળો કાબનડાકસાઈડ હવામાનમાં તળિયે રહે અને હલકે ગેસ ઉપર રહે એવું તેમાં કેમ થતું નહીં હોય? એણે એવો સવાલ પિતાની જાતને પૂક્યો, અને એનું મંથન જાગ્યું. ડાલ્ટને આ બાબતની સાબીતી આપતાં ૧૮૦૩ના ઓકટોબરની ૨૧મીએ જાહેરાત કરી કે, પદાર્થમાત્રને પાયો, કેટલાક મૂળભૂત પદાર્થત અથવા તત્ત્વપદાર્થો અથવા “એલીમેન્ટસ” છે. એ તત્વપદાર્થને કણ અથવા પરમાણુ જુદા જુદા વજનવાળા અને અસાધારણ ગતિવાળો છે અને એક તત્ત્વપદાર્થને પરમાણુ બીજા સાથે ભળે છે એટલે મિશ્રણ પદાર્થો બને છે. પણ પરમાણુનું વજન? પરમાનુનું વજન પણ હોય છે? વિશ્વભરનાં વૈજ્ઞાનિકને વિચારમાં ગરકાવ કરી નાખે તેવી રજુઆત ડાલ્ટને કરી. આ મહાન અણુ વૈજ્ઞાનિકનું ભાન કરવા એક મિત્રે બે હજાર પડ એકઠા કર્યા અને મોટા માથાવાળા ડાલ્ટનને ૧૮૩૪ની સાલમાં, ફ્રાન્સીસ નામના એક શિપીની સામે બેસવાની વિનંતી કરવામાં આવી. શિકિપીએ આ મહામાનવનું માથું પત્થરમાં ઉતારી લીધું. આ મહા વૈજ્ઞાનિક ૧૮૪૪ના જુલાઈના ૨૬મા દિસસે મરણ પામ્યો. ડાટનની સ્મશાનયાત્રામાં એક, જે. જે. થોમસન નામનો કેબ્રીજમાં ભણત જુવાન પણ હતું. આ જુવાન બ્રીજની કેડીશ પ્રયોગશાળામાં પરમાણુનું સ્વરૂપ પારખવા માટે પ્રયોગ કરવા માંડ્યો હતો, અને એ દિશામાં આગળ વધતો હતે. જે. જે. થેમસન,નામનો આ અઠાવીસ વરસને નવજુવાન વૈજ્ઞાનિક, પિતાની વિજ્ઞાન પ્રજ્ઞાની સાબીતી આપીને જે. જે. ના નામથી જાણીતે બની ગયો હતે અને અઠાવીશ વરસની જ ઉંમરમાં, કેન્ડીશ પ્રયોગશાળાના અધિ પતિપદે ચૂંટાયા હતે. જેજે' એ સાંભળ્યું હતું કે વીલીયમ કસે એક કાચની નળીમાંથી હવા કાઢી નાખીને પછી તેમાં વીજળીને જોરદાર પ્રવાહ દાખલ કર્યો હતે. પછી એમાંથી પસાર થતાં નેગેટીવ પ્લેટનાં કિરણો એણે દેખ્યાં હતાં. પણ એ ઉપરાંત એણે અજબ જેવી બીના દેખી. ટયુબની પાસે ઇલેકટ્રો મેગનેટ લાવતાં જ પેલાં કેથેડ કિરણ વાંકાં વળતાં હતાં. આ દેખાવ અદભૂત હતે. આ બાબતથી ત્યારની આખી વૈજ્ઞાનિક બુદ્ધિ તાજુબ બની ગઈ હતી. “પ્રકાશ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy