SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ આ સિદ્ધાંતે શા હતા? આંતરરાષ્ટ્રિય ઈન્સાફના સત્ય જેવા નીચેના મૂળભૂત એવા સિદ્ધાંત પર સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચના થઈ. એ સિદ્ધાંતોએ પ્રતિપાદન કર્યું કે, “સૌ સભ્યરાષ્ટ્રો સાર્વભૌમ તથા સમાન છે. સૌ સભ્યરાષ્ટ્રો પિતાના તમામ વાંધાઓ શાંતિમય સાધનો દ્વારા તથા વિશ્વની શાંતિ, સલામતિ અને ન્યાય ન જોખમાય તે રીતે ઉકેલવાના શપથ લે છે. સૈ સભ્યરાષ્ટો પરસ્પર રીતે રાષ્ટ્રના આંતર રાષ્ટ્રિય સંબંધમાં કદિપણ, કઈ પણ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સામે કે તેની આઝાદી સામે બળ જબરી કે ધાક ધમકીને ઉપયોગ કરશે નહીં તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ વિરૂદ્ધનું કોઈ પણ વર્તન કરશે નહીં. સંયુક્ત રાષ્ટ્ર સંધ જ્યારે, જે કોઈ રાષ્ટ્ર સામે શાંતિને સાચવવાનું કે શાંતિને સ્થાપવાનું પગલું લે ત્યારે, કોઈ પણ સભ્યરાષ્ટ્ર તેવા પગલાને પિતાથી શક્ય એવી બધી મદદ આપશે તથા સંયુકત રાષ્ટ્ર સંઘ, શાંતિના સ્થાપનની પ્રવૃત્તિ સિવાય કોઈપણ પ્રસંગે કોઈપણ રાષ્ટ્રની અંદરની બાબતમાં કશી પણ દરમ્યાનગીરી કરશે નહીં.” આવા સંયુક્ત રાષ્ટ્ર સંધના વિશ્વ શાંતિના અતિહાસિક ધ્યેયને પહોંચી વળવા તથા આંતરરાષ્ટ્રિય સંબંધમાં સફળરીતે વ્યાપક બનવા આ વિશ્વસંસ્થાએ પિતાની કાર્યવાહીનું રૂપ છ સંસ્થાઓ મારફત ર્યું છે. આ છ સંસ્થાઓ, જનરલ એસેંબલી, સિકયુરીટી કાઉન્સીલ, ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉ ન્સીલ, ધી ટ્રસ્ટીશય કાઉન્સીલ, ધી ઇન્ટરનેશનલ કાર્ટ એફ જસ્ટીસ, તથા સેક્રેટારીયેટ નામની છે. જનરલ એસેંબલી, એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની મધ્યસ્થ કચેરી છે. આ સંસ્થાના અભિપ્રાયનું વજન વિશ્વ અભિપ્રાય જેવું મહાન છે. આ સંસ્થા આખા રાષ્ટ્ર સંધની કાર્યવાહીનું અવલોકન તથા નિરીક્ષણ કરે છે. આ સંસ્થા બજેટ પર કાબુ ધરાવે છે તથા કાઉન્સીલના સભ્યોની ચૂંટણી કરે છે. આ સંસ્થાની કાર્યવાહીમાં, નાનું મોટું કઈ પણ રાષ્ટ્ર સમાન અધિકાર વાળું છે. આ સંસ્થા ઠરાવ ઘડતી ન હોવા છતાં વિશ્વ અભિપ્રાયોની તુલાની સાચવણી કરે છે. પણ સિક્યુરીટી કાઉન્સીલ સંયુકત રાષ્ટ સંધની કારોબારી બનીને, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની વાંધા અરજીઓને હાથ ધરે છે તથા વિશ્વશાંતિની જાળવણી કરવાનો અધિકાર ધારણ કરે છે. આ સમિતિમાં અગીઆર સભ્યરાષ્ટ્ર છે, તેમાંના ચીન, ફ્રાન્સ, સોવીયટ યુનીયન યુનાઈટેડ કીગડમ બ્રિટન) અને અમેરિકા (યુનાઈટેડ સ્ટેટસ) “પરમેનન્ટ” સભ્યો છે. (અમેરિકન શાહીવાદે ચીન દેશના નામમાં, ફેસાના ટાપુમાં રહેના પિતાના ખાંધીયા, ચાંગ કાઈ શેકની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy