SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ ચાલીસ વર્ષ ઉપર વિશ્વ ઈતિહાસના આ આર્ષ દષ્ટાએ પિતાના રાષ્ટ્ર વહીવટ માટે પ્રબોધેલી પરદેશ નીતિની સચ્ચાઈની પ્રતીતિ ઈ. સ. ૧૯૫૬માં મેના સત્તરમા દિવસે વિમુકત રાષ્ટ્ર, ઈન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો અમેરીકાનાં પાટનગરમાં જઈને ત્યાંની કેગ્રેિસ સમક્ષ આપી. વિમુકત રાષ્ટ્રના એ પ્રમુખે શાહીવાદી વહીવટ કરતી અમેરીકન કેગ્રેસને સાફ શબ્દોમાં કહ્યું કે, “અમારે માટે એટલે એશિયા-આફિકાનાં વિમુક્ત રાષ્ટ્ર માટે રાષ્ટ્રવાદને અર્થ અમારી આઝાદીની પુનર્ધટના એવો થાય છે. આ પુનર્ધટનાને અર્થ એ છે કે અમે અમારી પ્રજાઓ માટે વિશ્વનાં તમામ રાષ્ટ્રની પ્રજાઓ સાથેનું સમાન અધિકારપદ પ્રાપ્ત કરવા માગીએ છીએ અને તેટલા માટે અમારા ભાવિને અમારાજ હાથમાં લેવા માગીએ છીએ. હું આપ સૌને સમજાવવા માગું છું કે અમારી આટલી વાત સમજી જાઓ તે ઈતિહાસની ચાવી તમારા હાથમાં છે પરંતુ જે એ વાત તમે સમજી ન શકે તે તમારી બીજી વિચારણાઓની ગમે તેટલી વિપૂલતા તથા તમારા શબ્દોને ગમે તેટલે ઘવાટ અને તમારી દલિતનાં ડોલરોને નાયગરા જે ગમેતે જળધોધ, જગતમાં કડવાશ અને ઝઘડા સીવાય બીજું કશું પણ ઉપજાવી શકશે નહી.” સંયુક્ત રાષ્ટ્રસંઘનું નૂતનવિમુકિતનું સભ્યરૂપ આવું સંયુક્તરાષ્ટ્ર સંઘમાં નુતતવિમુકિતનું સ્વરૂપ ઉમેરાયું. વિશ્વતિ હાસમાં હજારો વરસ પછી પહેલીવાર જગતભરનાં રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રિય સંબંધ, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સમાન ધોરણના પાયા પર રચાયે. સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીયતા નામનું એતિહાસિક સ્વરૂપ, ઈતિહાસમાં તાતિકરૂપ પામીને ઉમેરાયું. આ નતનરૂપ આંતરરાષ્ટ્રીય નીતિ બન્યું. આ નીતિમત્તાની સાથે સાથે જ વિમુક્તરાષ્ટ્રને સમાન અધિકાર સ્વીકારીને શાહીવાદી રાષ્ટ્રી પણ અમેરીકન શાહીવાદની આગેવાની નીચે સંયુક્તરાષ્ટ્રસંધમાં બેઠાં. આંતરરાષ્ટ્રિય લોકશાહીનું રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનું સમાન અધિકારને ધારણ કરેલું સ્વરૂપ, જેનું રશિયા સિવાયનું જરા જેટલું અસ્તિત્વ પણ લીગ ઓફ નેશન્સમાં હતું નહીં તે, આજે પહેલીવાર સંયુક્તરાષ્ટ્રસંધની ઘટનામાં સ્થાપિત બન્યું. આમ બનવાના કારણુમાં, વિમુક્તરાષ્ટ્ર નામની નૂતન એવી ઈતિહાસની ઘટના હતી. શાહીવાદી પણ નહીં અને ગુલામ અથવા પરાધીન પણ નહીં એવી રાષ્ટ્રવહીવટની આ નવીજ સંકલના હતી. આ સંકલનાનું પહેલું સ્વરૂપ, રશિયામાં સામાજિક ક્રાન્તિ પછી અસ્તિત્વમાં આવ્યું. છતાં, સમાજ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy