________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
શાહીવાદેએ પહેલા વિશ્વયુધ્ધના વિજયની સાથે જ, જે લીગ એક્ નેશન્સને જન્મ આપ્યા તે સંસ્થાની રચનામાં જ પહેલા વિશ્વયુધ્ધના વિગ્રહી સવાલે તેમણે ચાલુ રાખ્યા. આ સવાલાનું નિરાકારણુ લીગ કરશે એવી આશા જન્માવવામાં આવી; પરંતુ લીગ એક્ નેશન્સની દરેક કાર્યવાહી આવા કાઈ પણ વિગ્રહી સવાલના નિકાલ કરવા માટે બધી રીતે નાલાયક છે તે બાબત તેની રચનામાંથી અને કામાંથી જ સ્પષ્ટ બન્યા કરી. આ સંસ્થાએ વિશ્વશાંતિના જાપ જપતાં જપતાં યુધ્ધને ટેકા આપ્યા. લીંગ ઓફ નેશન્સ “ મેાસુલ ઓઇલ ડીસપ્યુટ”નું નિરાકરણ કરી શકી નહીં. પછી ઇટાલીએ જ્યારે કા નામના ગ્રીક ટાપુ ઉપર હુમલા કર્યો ત્યારે તેનું પણ તે નિરાકરણ કરી શકી નહીં. પછી ઈ. સ. ૧૯૪૧માં જાપાને બિલકુલ બેશરમ રીતે આક્રમણ કર્યુ ત્યારે મચૂરીઆતે કબજો લેતા જાપાનના શાહીવાદને રોકવા માટે લીગ એક્ નેશન્સ કશું કરી શકી નહીં. પછીનાં છ વર્ષોમાં જાપાનના શાહીવાદે ચીનના રાષ્ટ્રદેહમાંથી ટ્રડા તાડયા કર્યો તથા ઇ. સ. ૧૯૩૭માં આખા ચીન પર એણે લડાઈ જાહેર કરી.
૧૮
છતાં લીગ એક્ નેશન્સ કશું કરી શકી નહીં. આ દરમ્યાનમાં ઇટાલીએ એખીસીનીયા ઉપર હૂમલા કર્યાં તથા એ આખા દેશને ૧૯૩૬માં જીતી લીધા અને તેણે આલ્બેનીઆ પર ૧૯૩૯માં કબજો કર્યો છતાં લીગ કશું કરી શકી નહી. ઇ. સ. ૧૯૩૬માં રહાઇનલેંડનું લશ્કરીકરણ કરી જનીએ વર્સેલ્સનાં કરારના ભંગ કર્યો તથા ઇ. સ. ૧૯૩૯ સુધીમાં ઓસ્ટ્રીયા, ઝેકાસ્લોવેકીઆ અને લીથુઆની પર આક્રમણ કરીને એ દેશ પર કબજો કર્યાં છતાં પણુ લીંગ એક નેશન્સે પેાતાનાં કલકિત બનેલા કાર્યાલયમાં ભાષણા કરવા ઉપરાંત વિશ્વશાંતિ માટેનુ કાઇ મોટું કાર્ય કર્યું નહી. લીગ એક્ નેશન્સની આ શરમજનક નિષ્ફળતાનું મુખ્ય કારણ એ હતું કે તેની રચના શાહીવાદી અંકૂશ હેઠળની હતી તથા પ્રતિસ્પધી` શાહીવાદી દેશાનાં આક્રમણને રોકવા માટે આ રચના બધી રીતે નાલાયાક હતી. એટલે આ બધાના પરિણામ તરીકે ઇ. સ. ૧૯૩૯ના સપ્ટેમ્બરના પહેલા દિવસે જર્મીન શાહીવાદની તેાપે પેલેડની સરહદને તારાજ કરવા લાગી તથા પેાલેંડ ઉપર જર્મનીના મેમ્બરોએ માતની વર્ષો શરૂ કરી. આ રીતે ખીજા વિશ્વયુદ્ધને આરંભ થયા.
આંતર રાષ્ટ્રિય રાજકારણના પદાર્થ પાઠ
પરંતુ આંતરરાષ્ટ્રીય એવી આવી સંસ્થાઓએ પણ વિશ્વતિહાસમાં આંતરરાષ્ટ્રીય રાજકારણના અનુભવ અથવા પદાર્થ'પાઠે રજુ કર્યા. ‘ હાલિ એલાયન્સ’નું