________________
૫૯૭
બીજા વિશ્વયુહનું વિહંગાવલોકન સાગરની વેલ્યાની ક્યારીમાં સાંપડયું હોય તેવું એ ઉત્તર કેકેશસનું, કુબાનનું, સારાટોવનું, કઝનનું મુખ્ય મથક બનતું હતું. એ બધાં વોલ્ગાનગરે એની આસપાસ વીંટળાયાં હતાં. મેચ્યા અને લેનીનગ્રાડ પણ એના ખરાનાં મથક હતાં. અંદરના અને બહારના બધા વિગ્રહના એણે રણથંભ રોપ્યા હતા. ઝાર વેળાની અને સેવિયની જીવનધટનાનું એ જીવનસંગ્રામનું ધામ હતું.
૧૯૧૬ માં આ શ્રમમાનવનું મહાનગર બન્યું. એનાં કમઠાણને દરેક અંકેડે ક્રાન્તિના પ્રચાર અને પયગામથી ગુંજી ઊઠડ્યો. જ્યારે લાલક્રાન્તિ આવી પહોંચી ત્યારે રણભૂમિ બનીને લાલ નેજા ફરકાવતું એ ઊભું. અહીં સ્ટાલીન અને વરશીલેફ મહાસેનાનીઓ હતા. અહીંથી જ કેલેડીન, કાસવ, ડેનીકીન અને બીજા શાહીવાદી સેનાપતિઓના દાંત ખાટા થઇ ગયા હતા. અહીંથી જ આસ્ફાખાનથી ઉપડેલે મહારથી કીરવ રેંગલને ૧૯૨૦ ના જાન્યુઆરીની ત્રીજીએ ભગાડી મૂકતે હતે. ઝારીટસીનનું જીવન ત્યારે સ્ટાલીનઝાડનું બિરૂદ ધારણ કરીને કાન્તિના લાલ તારક જેવું ઝળહળતું થયું હતું.
જીવન ઘટનાની સમાજવાદી તસ્વીર રચવા નીકળતું રૂસી ભોમ પર ત્યારનું ફરતું થતું પહેલું ટ્રેકટર ૧૯૩૦ના જુનના ૧૭મા દિવસે સ્ટાલીનગ્રાડ ટ્રેકટર ફેકટરીમાંથી જયનાદના પિકાર વચ્ચે દોડતું હતું પછી હજારે ટ્રેકટરે નૂતન રશિયામાં સેવીયેટ સમાજનો આકાર ઘડવા અહીથી ઊભરાયાં હતા. આખુંય સ્ટાલીનઝાડ નવું ઘડાતું અને એની વસ્તી લાખની વધતી જતી હતી.
એવા કાયાપલટ કરતા વોલ્ગા નગર પર એક યોજના આવી અને બીજી આવી. એવી એની કાયા પર ઉદ્યોગ ધમધમી ઊઠયા. એની છબી પર સંસ્કારધામ મઢાઈ ગયાં. એના કિનારાઓ પર જહાજે બનવા માડ્યાં. એનાં નવાં બજાર બન્યાં. એની નવી શેરીઓ નીપજી, એના પર વાટિકાઓની હારમાળા પથરાઈ. એની તસ્વીરમાં સેંકડે નિશાળે ને વિધાપીઠ ગુંજી ઊડી અને થીએટરનાં સંસ્કારકેન્દ્રો ખીલી ઊઠયાં.
એની જીવનઘટનામાં નવું યંત્ર આવ્યું, નવી તાકાત આવી, ન શ્રમમાનવ અને નવી સમાજઘટનામાં ત્યાં એના પર નવી સમાનતાનાં નવા ભાન છાવર થયાં. એના મેડા આવતા અને લાંબા રહેતા હિમાળાની અગવડ અળપાઈ ગઈ. એના પર યુરલથી વાતા ઝંઝાવાતનાં રેતીનાં તોફાને રોકાઈ ગયાં. એના પર વિજ્ઞાનનાં ઓજસ ઓપી ઊડ્યાં.
પણ ત્યારે, જ માનવજાતને ગુલામ બનાવવા જર્મન શાહીવાદ મેઈન કાંફ લખતે હતા અને વોગાના એ મહાનગરને જીતીને કેકેશસને ટપીને માનવજાતને