SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુહનું વિહંગાવલોકન ૫૯૧ ભરડો ઘાલ્યું હતું. આ ટાપુને આંતરીને એનાં બેબો કાળો કેર વરતાવતાં હતાં. તેય લંડન પરથી શરણાગતિ માગત એકે: ઝડે ઉચે થતું ન હતું. કારણ કે યુદ્ધને જાહેર કર્યા વિના જ અમેરિકન સરકાર મરણીયા બનેલા આ લંડન નામના વિશ્વનગરનું લાલન પાલન કરતી હતી. અમેરિકા જે સમૃદ્ધ દેશ એને બધે શસ્ત્રસાજ અને સાધન સામગ્રી પુરાં પાડતે હતે લંડનમાં અમેરિકન રૂ૫ હિટલરને પિતાની સામેના અપશુકન જેવું જણાતું હતું. લંડન પર ચિંતા ભરી નજર નાખતે ફાસીવાદો યુદ્ધ ધરીને સંવાહક હિટલર ઉભો હતે. બ્રિટ જે પડે તે તરત જ એ રશિયા પર તૂટી પડે તેવી એની યુદ્ધધરીની યોજના હતી. બ્રિટને શરણે આવવાને ઇન્કાર કર્યો હતે. બ્રિટને શરણે આવવાનો ઇન્કાર કરીને અને આઝાદ જીવનની રાષ્ટ્રનીતિને ધારણું કરીને નાઝી યુદ્ધયંત્રનાં આગળ વધતાં ચક્રોને થંભાવી દીધાં હતાં. લંડન વિશ્વનગર બનતું હતું. લંડનની અગ્નિપરીક્ષાને અમેરિકન કુમક મળતી હતી. વિશ્વયુદ્ધના ફાસીવાદો બૂહની વચ્ચોવચ પડેલા આ વિશ્વનગરે ધરી આક્રમણ પછી જગતને વહેંચી લેવાની નવી રચનાને પાછી પાડી દીધી હતી. રશિયા પર આક્રમણ કરીને, રશિયાને તારાજ કરી નાખીને, પશ્ચિમમાંથી જાપાન, પૂર્વમાંથી આખું હિટલરનું યુરોપ ફાસીવાદી નવી રચના માટે અમેરિકા પર તૂટી પડવાનું હતું તે બધું લંડનનગર પર પર થંભી ગયું હતું. યુરેપનાં પતન પામેલાં રાષ્ટ્રોની આઝાદીની સ્મૃતિને ધારણ કરી રાખીને યુરોપનાં પાટનગરોની પતન પામી ગએલી સરકારે સારે દિવસ ઉગવાની આશાનું રટણ કરતી, આ લંડનનગરમાં આશરે શેધતી આવીને રહી હતી. આ સૌની એક ઢાલ બનેલું પાર્લામેન્ટની માતાનું આ નગર યુરોપીયનગર બનીને હિટલરનાં બેંબરનું ભયાનક આક્રમણ ઝીલતું હતું. આ નગરઢાલના આશ્રયે, હેલેન્ડ, બેલજીયમ, નોર, ડેનમાર્ક, લુકડેંબર્ગ, એલિસીનીયા, પોલેન્ડ, કેલેવાકીયા, અને ગ્રીસના, આઝાદીપ્રિય આગેવાનો ભવિષ્યના ભાવિની કલ્પના કરતા દિવસે ગુજારતા હતા. વિશ્વયુદ્ધ એશિયામાં પણ વ્યાપક બન્યું. જાપાને ઇ. સ. ૧૯૪૧ના ડિસેંબરની ૭મી એ પર્લ હારબરની અંદરના અમેરિકન નૌકા કાફલા પર ચિતે હલે કર્યો. અમેરિકાને આ રીતે ફાસીવાદી ધરી રાજ્ય પર યુદ્ધ જાહેર કરવાની ફરજ પડી. અમેરિકા પણ હવે પદ્ધતિપૂર્વક વિશ્વયુદ્ધમાં ઉતરી પડ્યું. પાસિફિક મહાસાગરમાં હવે યુદ્ધ સળગી ઉઠયું. જાવા આગળ અને મલાયા આગળ અમેરિકન અને બ્રિટીશ જહાજે ડૂબવા માંડયાં. ફીલીપાઈન્સ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy