SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુહનું વિહંગાવલોકન ૫૮૩ આ કારણોસર આપણું જગતની માનવજાતને શાહીવાદીઓએ મહાસંહારમાં ઉતારી દીધી. માનવજાતની આવી સામુદાયિક કતલ કરવા અને જગતભરનાં નગરોને નાશ કરવાના તથા તેના અર્થતંત્રની ખાનાખરાબી કરી નાખવાના વિશ્વયુદ્ધ નામના બનાવને પોતાની સામે ધસી આવતે દેખતી ઈગ્લેંડ ફ્રાન્સ અને અમેરિકાની શાહીવાદી સરકારે તેને અટકાવવા માટે જે રાજનૈતિક દ્રઢતા બતાવવી જોઈએ તે બતાવી શકી નહિ. નીતિમત્તાની આવી શરમજનક કાયરતા દાખવીને તેણે “એપીઝમેન્ટ” નામની ફાસિવાદની ખુશી ખુશામત કરવાની રીતને ધારણ કરીને અને વિયેટ રશિયા સામેને પિતાને પાશવી ધિકકાર જાળવી રાખીને તેમણે જાણી બુઝીને અને અકકલ ખુશિયારીપૂર્વક વિશ્વસંસ્કૃતિ ઉપરની આ મહા આફતને ઉતરવા દીધી. બીજા વિશ્વયુધ્ધની આ મહા આક્તને શરૂ કરવાને અપરાધ જર્મન ફાસિવાદે ધારણ કર્યો. પરંતુ આ અપરાધી કાર્યવાહીની જવાબદારી મંચુરિયા પરના આક્રમણ માંથી તથા ઝેકોસ્લોવેકીયાને આપઘાત કરવાની ફરજ પાડનાર યુરોપના શાહીવાદેની એપીઝમેન્ટ” નામની રાજનીતિને માથે મૂકી શકાય તેમ હતું. આ રીતે ઈ. સ. ૧૯૩૯ના નવેમ્બરમાં હિટલરે પેલેંડ પર આક્રમણ કરીને વિશ્વયુધ આરંભ કર્યો. એક વિશ્વમાં બે છાવણીઓ સામ્યવાદ અને ફાસીવાદ એબીસીનીયાનું પાટનગર આદિસઅબાબા પડ્યું હતું. ડાનઝીગ પડયું હતું. મેમેલ પડયું હતું. ઓસ્ટ્રીયા પડે હતે. સુડેટન પ્રદેશનું પતન થયું હતું. ખંડિયર બનેલું સ્પેઈનનું પાટનગર માડિ લેહીલુહાણુ બનીને પડ્યું હતું. માફૂિડ પછી પ્રહાનગરનો વારો આવ્યો હતે, અને ૧૯૩૮ ના માર્ચની ૧૫ મીએ પ્રાહાનગરમાં પાંચ, પાંચ મીનીટે પતન પૂકાર કરતું હતું, “જર્મનીનાં લશ્કરે કેવાકનો કબજો લે છે ત્યારે...ઝેક લશ્કરેનું નિઃશસ્ત્રીકરણ થાય ત્યારે, કોઈએ કશે પ્રતિકાર કરવાનો નથી. એવી શરણાગતિ ફાસીવાદને શરણે ગએલી ઝેક સરકાર જાહેર કરતી હતી. આખા દેશમાંથી હવે જર્મન લશ્કરવાદના પડછાયા સામે ઝેકજનતા પિતાનો ચહેરે હથેળીના ખોબાના અંધરામાં સંતાડતી હતી. ઝેક સંસ્કાર ચિત્કાર કરતો હતો. ઝેક દેલતના ગંજ જર્મન ફાસીવાદનાં આક્રપણ કબજે કરતાં હતાં. વિશ્વવિગ્રહની ધરીનાં ચક્રો ફરતાં થયાં હતાં. હવે એક પછી બીજા મહાન નગરે પડવાનાં હતાં. મહાન રાષ્ટોનું પતન થવાનું હતું. ત્યારે કોઈપણ જગાએ શાંતિને ભંગ થશે કે આખી દુનિયાની શાંતિ જોખમાઈ પડશે એમ વારંવાર કહેતા લીટવીનેવને અવાજ અવગણતી ફ્રાન્સ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy