SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ વિશ્વ ઇતિહાસની રૂપરેખા દીધી અને પેાલેન્ડને ખાત્રી આપી કે જો તમારા પર આક્રમણ થશે તેા અમે તમારૂં રક્ષણ કરીશું. આ સાથેજ એપ્રિલની ૧૮મીએ, શાહીવાદી આગેવાન એવી અમેરીકન સરકારે .સાવીયેટ રશીયાની શાંતિ દરખાસ્તને ટેકા આપવાને બદલે યુદ્ધખાર એવા હિટલરની સરકારને દરખાસ્ત મેકલી કે તમારા સવાલનું શાંતભર્યું નિરાકરણ થઇ શકે તેમ હોય તો અમે મદદ કરવા તૈયાર છીએ. હિટલરે આ સૂચના તરફ પણ અટ્ટહાસ્ય કરીને કહાવ્યું << આપના આભારી છીએ અમે ! ’ એમ યુરેાપ ભરના ઉચાટના બે માસ વહી ગયા. એકાસ્લોવાકીયાના શબ્દ પરથી હિટલરા યુદ્ધુ રાહ હવે પેાલેન્ડ પર તાક માંડતા હતા અને રશિયાના વિચાર કરતો હતો. એકાસ્લોવાકીયા પરથી રશિયા પર આક્રનગુ લઈ જવાના કા ક્રમ પહેલાં જન્મન, યુદ્ઘનિષ્ણાત કલાસવીઝે લખેલુ યુદ્ધશાસ્ત્ર એને યાદ આવતું હતું. એ યુદ્ધશાસ્ત્રને પાયાના સિદ્ધાંત એ હતો કે યુરોપ આખા પર લશ્કરી નિ ય મેળવ્યા વિના પૂર્વ સરહદ પુર એટલે રશિયા પર આક્રમણ કરવું જ નહી. ચુરાપપરના નિર્ણયના હિટલરના વ્યુહ એણે યુરેપ પર નિણૅય તા મેળવવા જ માંડયા હતા પણ હજુ સ્વીડન, ડેનમાર્ક, એલજીઅસ, ફ્રાન્સ અને ઈંગ્લેંડપર એણે કાથુ મેળવ્યા નહોતા. યુરાપના એ મૂખ્ય શા હતા. તે પહેલાં રશિયા પર આક્રમણ કરવું એટલે મેતની એડમાં પેસવા જેવું હતું. નેપોલીયને આ પદાર્થપાઠ સૌને માટે યુદ્ઘલડીને ભજવી બતાવ્યેા હતા. હિટલરે એ પદાપાના અભ્યાસ કર્યો હતો. એટલે એણે નવા વ્યૂહ ધારણ કર્યો. એણે પેલેન્ડ પર ચઢતા પહેલાં સેાવીયટ સાથે શ્વાસખાવામાટેના મૈત્રી કરાર કરવાના પાસા ફેંકવા માંડયા સાવિયેટને પણ જ્યારે, બ્રિટન ફ્રાન્સ અને અમેરિકાએ છળ કર્યો હતો ત્યારે, આ ફાસીવાદી જાતી દુશ્મન સામેઆખરી યુદ્ધ ખેલવા માટે, રશિયા પણ શ્વાસ ખેંચવાની રાહત પાનીને શ્વાસ લઇને, પગ ઠેરવવાની અને વ્યૂહ રચવાની જરૂર દેખતું હતું. ખતે જાની દુશ્મનાની એક જાતની આવી યુદ્ધના વ્યુહની એક સરખી જરૂરિયાતમાંથી ખતે દુસ્થા કામચલાઉ મૈત્રી કરાર કરવા સંમત થયા. આ મૈત્રી કરારો દુશ્મનાની ‘ટ્રેસ' હતી પરન્તુ આખા જગતને ખબર હતી કે, આ બે જાતી દુશ્મને વચ્ચે મૈત્રીના કાઇ પણ વ્યવહારની એક ટકા પણ શકયતા હતીજ નહી. બન્નેની લડાયક જરૂરિયાતે, બંને વચ્ચેની કામચલાઉ ટ્ટસ, અથવા લડાઇ દરમ્યાનની સલાહને શકય બનાવી. હિટલરે આ સલાહના સમય દરમ્યાન આખા યુરેપ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy