SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ વિકવ ઈતિહાસની રૂપરેખા અને રાજકીય અંધાધુધીમાં જર્મની અને ઈટાલીએ પોતાનાં લેકશાહી સ્વરૂપને અથવા પિતાને ત્યાં, લેકશાહી સામે જ પોતાનું યુદ્ધ શરૂ કર્યું. આ રાષ્ટ્રોએ ફાસીવાદી બનીને જાહેર કર્યું કે લેકશાહી નિષ્ફળ નિવડી ચૂકી છે. લોકશાસનને નાશ અને શાહીવાદની સરમુખત્યારી ઈટાલીને દાખલો લઈએ તે ઈટાલી, પહેલા વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલા શાહીવાદો સાથે જોડાયેલું હતું. પરંતુ વિશ્વયુદ્ધ પુરૂ થયું ત્યારે ઈટાલીની દશા પરાજય પામેલા રાષ્ટ્ર જેવી હતી. એનું કારણ એ હતું કે યુદ્ધ પછી ઈટાલીના શાહીવાદને યુદ્ધની લુંટ તરીકે કશું જ મળ્યું ન હતું. ઈ. સ. ૧૯૧૫ માં વિજેતા બનનારા શાહીવાદી દેશોએ ઈટાલીને જે લુંટ આપવાનાં વચન આપ્યાં હતાં તે હવે તેઓ વિજ્ય પછી પાળવાને માટે તૈયાર ન હતા. આ રીતે વિશ્વયુદ્ધનાં બધાં નુકશાન અને આર્થિક તારાજી ઈટાલીને ભાગ આવ્યાં. ત્યારે યુદ્ધની લૂંટમાં આવેલાં સંસ્થાના ભાગ પડ્યા તેમાં ઈટાલીને કઈ પણ ભાગ આપવાની ઈગ્લેંડ, ફ્રાન્સ, અને અમેરિકા નામની શાહીવાદી વિજેતા સરકારેએ ના પાડી દીધી. એથી ખુવાર બનેલા આ રાષ્ટ્રના રાજકીય મંડળોએ ત્યારની સરકાર સામે પિતાને વિરોધ શરૂ કર્યો. આ વિરોધી રાજકીય મંડળોમાં ફેસીસ્ટ નામનું એક નાનું સરખું મંડળ હતું. આ મંડળ યુદ્ધર મૂડીવાદીઓથી પિષાતું હતું અને આક્રમણથી સરકારને ઉથલાવી પાડવામાં માનતું હતું. ધીમે ધીમે ફેસિસ્ટ નામના આ મંડળની તાકાત વધતી ગઈ અને ૧૯૨૧ ના નવેમ્બરમાં આ મંડળની રાષ્ટ્રિય પરિષદ મળી. આ પરિષદમાં મંડળના તમામ સભ્યો માટે કાળા ખમીસવાળો પિષાક, પ્રાચીન રોમન શહેનશાહતમાં હતી તેવી સલામીની પ્રથા તથા સિઝર નામના રામન શહેનશાહને હતું તે રાજદંડ અને જગત પર રાજ્ય જમાવવાના શાહીવાદી સિદ્ધાંતને સ્વીકારવામાં આવ્યા. આ પરિષદે સમાજવાદ અને સામ્યવાદને પિતાના જાની દુશ્મન તરીકે જાહેર કર્યો. એવા આ મંડળમાં એક વખતના સૈનિકે તથા બેકારે અને લડાયક ત જોડાયાં. ઈ. સ. ૧૯૨૨ ના એકબરમાં મુસેલીની નામના આ મંડળના આગેવાનની રાહબરી નીચે ફેસિસ્ટ સ્વયંસેવકોએ રેમ પર ચઢાઈ કરી. તે સમયની સરકાર આ મંડળને શરણે આવી. મુસલીની વડાપ્રધાન તરીકે નિમાયે. મેટીઓટી નામના ઈટાલીના સમાજવાદી આગેવાનનું ખૂન થયું અને ફેસીસ્ટ સિવાયના તમામ મંડળે સામે એણે લડાઈ જાહેર કરી. આખા ઇટાલી પર મુસલીનીએ રાજકીય દમન શરૂ કર્યું. ઈટાલીનાં તમામ લશ્કરને પિતે સેનાપતિ બન્યો. પાર્લામેન્ટને એણે વિખેરી નાખી અને રાજાને નામને રાજા રહેવા દઈને પિતે ઇટાલીને સરમુખત્યાર બન્યો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy