________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
સામ્રાજ્યને। ત્યાગ કરીને પછાત એવા તૂર્ક રાષ્ટ્રને અદ્યતન બનાવવા અથાગ શ્રમ કર્યાં. એણે તૂ' રાષ્ટ્રનું, રાજમધારણ યુરોપીય ઢબે લેાકશાહીવાળુ બનાવ્યું તથા આખા રાષ્ટ્રને પછાત ભુતકાળમાંથી ઉપાડીને વર્તમાનમાં સ્થાપ્યો. ઓસ્ટ્રીયાના સરમુખત્યાર, ડાલસ
૫૫૨
પહેલા વિશ્વયુદ્ધમાં પરાજય પામેલા એસ્ટ્રીયન શહેનશાહ ચાર્લ્સે ગાદી ત્યાગ કર્યા તથા વિજેતા શાહીવાદીઓના અધિકાર નીચે એસ્ટ્રીયાનુ રિપબ્લીક શરૂ થયું. ઇ. સ. ૧૯૩૨માં એન્જેલબર્ટ ડૅલસ, સરકારના વડા તરીકે આવ્યા. ડાલસે ખીજે જ વરસે, પાર્લામેન્ટરી સરકારને સમેટી લીધી તથા ૧૯૩૪માં એણે બધા રાજકીય પક્ષેાને વિખેરી નાખીને, “ ફાધરલેન્ડ ફ્રન્ટ ” નામના પોતાના એક જ પક્ષને કાયદેસર રહેવા દીધા. એણે એ વરસતા એપ્રિલની ૩૦મીએ પેાતાની સરમુખત્યારશાહી શરૂ કરી. ઇ. સ, ૧૯૩૮ના ફેબ્રુઆરીમાં જરમનીના સરમુખત્યાર હિટલરે, મહાન જરમની ધડવા માટે ઓસ્ટ્રીયાને ખાલસા કરી નાખવાને કાર્યક્રમ ઘડીને ઓસ્ટ્રીયા પર આક્રમણ કર્યુ. ડાલસનું ખૂન કાવી નાખવામાં આવ્યું તથા, એપ્રિલના ૧૦મા દિવસે, હિટલરની સરમુખત્યાર શાહી નીચે એસ્ટ્રીયાદેશ, ‘ રાશ ' નામના હિટલરે ઘડેલા ફાસીવાદી જરમનીમાં સાત જીલ્લા બનીને ઉમેરાઇ ગયેા.
?
હુંગરીના હારથી
ઇ. સ. ૧૯૧૮ના ઓકટાબરમાં, એસ્ટ્રીયાના શહેનશાહે ગાદી ત્યાગ કર્યો કે તરત જ તુંગેરીએ પેાતાને એસ્ટ્રીયાથી સ્વતંત્ર જાહેર કર્યાં. નવેંબરમાં હુંગેરીએ પેાતાને રીપબ્લીક તરીકે જાહેર કર્યું. મેની ૨૧મીએ ત્યાં ક્રાન્તિ વિજયી બની અને સમાજવાદી-સામ્યવાદી સરકાર સત્તા પર આવી, પરન્તુ પ્રતિક્રાન્તિ તરત જ શરૂ થઇ. એડમીરલ હારથીની આગેવાની નીચે તાના સરૂ થયાં. રૂમાનીઆએ હંગેરીપર ચઢાઇ કરી, અને તેણે ખુડાપેસ્ટ પર કબજો કર્યાં, ક્રાન્તિને પરાજય થયા, અને એડમીરલ, નીકાલસ હારથી, સરકારને વડેા નિમાયે। તથા સરમુખત્યાર બન્યા. યુગેાસ્લાવિયાના, સરમુખત્યાર, રાજા, એલેકઝાન્ડર
વિશ્વયુદ્ધ પછી, સરખીયા, મેાન્ટેનીગ્રેા, ક્રોએશીયા, સ્લાવાનીયા અને ડાલમેશીયાના પ્રદેશાને એકટા કરીને, ૧૯૧૮ના ડીસેબરની ૪થીએ સ, ક્રોટ અને સ્લેવેન લેાકેાનું સંયુકત રાજ્ય યુગેાસ્લાવીયા બન્યું તથા સરીયાના પ્રીન્સ એલેકઝેન્ડરે તેનુ શાસન કરવાનું સ્વીકાર્યું. પછી ઇ. સ. ૧૯૨૯ સુધી આ રજવાડાશાહી સામે, નવા રાજ્યના એક પછી ખીજા વિભાગને કલહ