________________
૫૫૦
વિકવ ઈતિહાસની રૂપરેખા
ગાદીઓ પરથી ગબડી પડ્યા. યુરેપનાં બાકીનાં રાષ્ટ્ર જેમાં હજુ શહેનશાહ રહ્યા હતા તેમને પહેલા વિશ્વયુદ્ધ પછી પિતાની રાજગાદીઓ છોડી દેવાની ફરજ પડી. આ શહેનશાહએ નહીં ધારેલું એવું પરિણામ વિશ્વયુદ્ધમાં નિપજ્યું; અને જગતના દેશમાં શહેનશાહનાં શાસનની સંખ્યા ઘણુ ઓછી થઈ ગઈ.
પિતાને ત્યાં શહેનશાહતનું રૂ૫ જાળવી રહેલા અને સાથે સાથે આ રજવાડી ઘટના પર મુડીવાદી લેકશાસનનું લશ્કરી અને જમીનદારી જંકવાળુ, બીસ્માર્ક જેનું ઘડતર ઘડયું હતું તે આક્રમણખર જર્મન દેશમાંથી, સૌથી પહેલે એસ્ટ્રીયા તૂટી પડ્યો તથા એની સાથે દ્વિમુખી રજવાડી ઘટના નીચે પરોવાયેલ હંગેરી પણ પરાસ્ત થયો. પેલી દિવમુખી રજવાડી ઘટના પહેલા વિશ્વયુદ્ધ પછી, જર્મની, એસ્ટ્રીયા અને હંગેરીમાંથી પતન પામી ગઈ. પછી ૧૯૧૮માં જ હેગલ નામના ચિંતકે જેને સર્વોપરી રાજ્ય ઘટના ગણાવી હતી તેવા પ્રશિયન રાજ્યના અધિકાર નીચે મહાન જરમનીનું સામ્રાજ્યવાદી કલેવર બીસ્માર્ટ અને કેઝરની શહેનશાહત નીચે બંધાયું હતું. તે કંઝરને નવેંબરની ૯મીએ ગાદી ત્યાગ કરી કરી દેવાની ફરજ પડી. ત્યારપછી તરત જ આ મહાન જરમની બારીયાને પ્રદેશ પણ પડશે અને એજ દિવસે તેની રાજાશાહીએ ગાદી છોડી દીધી. જે મહારાજાઓએ જર્મન સામ્રાજ્ય બાંધ્યું હતું તે બધા અલેપ થઈ ગયા અને જર્મનીની રીપબ્લીક તરીકે જાહેરાત થઈ. પછી પતન પામેલી જર્મન સરકારના હારેલા પ્રતિનિધિઓ વરસેસમાં વિજેતા બનેલા સામ્રાજ્યવાદીઓ સમક્ષ અપ રાધીના પાંજરામાં ઉભા રહેવા હાજર થયા તથા તેમણે શરણાગતિની શરતે સ્વીકારી. વિશ્વયુદ્ધ પછી યુરેપને નકશે, શાહીવાદી લેકશાસન અને ફાસીવાદી સરમુખત્યારી
પહેલા વિશ્વયુદ્ધ પછીના યુરોપના શરીર પર દેખીએ તે, વિશ્વયુદ્ધના ઉપસંહારમાં જ શાહીવાદી લેકશાસનનું રૂપ વિજેતા બનેલા, ફ્રેંચ-અંગ્રેજ શાહીવાદી દેશમાં ચાલુ રહેલું માલુમ પડે છે તથા આ સિવાયના બીજા દેશો પર યુરેપના જૂના લેકશાસનને અંત આવી જતા તથા ફાસીવાદી સરમુખત્યારનાં કાળાં ધાબાં જેવાં યુદ્ધખોર શાસને શરૂ થઈ ગયેલાં માલમ પડે છે. આ શાસનના કાળા પડછાયાઓએ, આ પ્રદેશો પરના લેકશાસન પર સંસ્કાર અને સંસ્કૃતિના જીવન પર અને શાંતિ અને સહકારની બધી હિલચાલ પર યુદ્ધ અને મોતનું કાળું કફન ઢાંકી દીધું. આ કફન નીચે, તે તે ભૂમિપરનું સંસ્કાર જીવન ગુંગળાઈ ગયું તથા કચડાઈ ગએલા જીવન પર સરમુખત્યારના યુદ્ધ અને સંહારના તાલ જેવાં, તેમનાં સરમુખત્યારનાં નામે જ સંભળાવા લાગ્યાં.