SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ વિવ ઈતિહાસની રૂપરેખા રિકામાં માલના ઢગલા ખડકાયા. અમેરિકાના વ્યાપારીતંત્રે આ ઉત્પાદનના ઢગલાને દરિયામાં નાખી દેવા માંડ્યા. અંધેર જેવા આર્થિક તંત્રમાં વ્યાપારી ગાડીઓ ભેખડ પરથી ગબડવા લાગી. આખી દુનિયા પર આર્થિક આંધી ફૂંકાવા લાગી. અમે કાએ, યુરેપને લેન ધીરવાની બંધ કરી. યુરોપનાં રાજ્ય પાછી અંધારામાંથી માર્ગ કાઢવા એકઠાં થયાં. મુલતવી રહેલી નિઃશસ્ત્રીકરણની પરિષદ મળી. જે હથિયારોની બનાવટ પર કાપ મુકી શકાય તે આર્થિક અધીને ટાળવાને ઉપાય યોજી શકાય એમ લાગ્યું. પરંતુ એક બીજ પરનાં દેવાઓ મેકુફ રાખી શકાય તેજ નિઃશસ્ત્રીકરણ થઈ શકે એવી ચર્ચા થઈ. બ્રિટને નિઃશસ્ત્રીકરણની વાત યોગ્ય છે એમ કહ્યું પરંતુ નૌકાદળને ઓછું કરવાની વાત અમને કબુલ નથી એમ પણ જણાવી દીધું. કસિ લકો ઓછાં કરવાની વાત ય છે એમ જણાવ્યું પરંતુ જમીન લશ્કરે ઓછાં કરવા પિતે તૈયાર નથી એમ પણ કહી દીધું. બ્રિટન અને ફ્રાન્સના પિતીકા ઈરાદા કેવા છે તે પરખાઈ ગયું. એટલે બ્રિટને, આ વાતને ચાર વરસ પછી અમલ કર અને દરમ્યાનમાં એકલા જર્મનીને નિ:શસ્ત્ર બનાવવું એવી દરખાસ્ત મૂકી. પછી હવાઈ યુદ્ધ અને બેંબરની ચર્ચા થઈ અને છેવટે આશા વ્યકત કરવામાં આવી કે હવે પછીનાં યુદ્ધોમાં કોઈએ બેબ વર્ષ ન કરવી, તેવી શુભેચ્છાની જમાવટ કરવી, પરંતુ બેબ તે બનાવવા જ. ત્યારે શાંતિની સાચવણની વાતનું હવે શું થવાનું છે તે જગતના તખ્તા પર સાફ દેખાઈ ગયું. શાહીવાદી પ્રથા જે યુદ્ધના શ્વાસ લઈને જ ટકી શકતી હતી તે વિશ્વ-શાંતિ સાચવી જ ન શકે તેવી હકીકતે વધવા પામી ગઈ અને આ અધેર પરિસ્થિતિમાં અંધારા જર્મનીમાં પાછા હિટલરને અવાજ સંભળાયો. હિટલર હવે જર્મન સરકારને વડે બન્યું હતું. એણે આ અંધેર સમયમાં, મીનકાંક” નામને પિતાને યુદ્ધખેર દસ્તાવેજ લખી નાખ્યો હતે. જગતની આર્થિક કટોકટીના જર્મન અંધેરમાંથી એને ઉદભવ થઈ ચૂક્યું હતું. શાહીવાદી અમેરિકા પાસે યોજના છે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy