SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ યુરોપના સામ્રાજ્વાદની હરિફાઇ આફ્રિકા પર શરૂ થઇ ગઇ. કાંગાનામની મહા નદી સામ્રાજ્યવાદનાં વાહતા હંકારવાની ભગવાને બાંધેલી એક મોટી સડક જેવી દેખાઇ ગઇ. આ સડક પર સ્વારી કરીને આફ્રિકા ખંડના પશ્ચિમ મધ્ય પ્રદેશ પડાવી લઇ શકાય તેમ હતુ. યુરેાપના એલજીઅમ પ્રદેશમાંના બ્રુસેલ્સ પાટનગરમાં “ કામીટી, ડુ–હાટ કાંગા”ની સ્થાપના થઇ ગઇ. આ હરિફાઇમાં ઉતરવાની તૈયારી કરવામાં જરમની, ફ્રાન્સ, ઈંગ્લેંડ અને હાલેન્ડ મેાડાં પડયાં. કાંગે પ્રદેશ પર એલજીઅન ઝંડા ફરકયા. આમ એક પછી ખીજા પ્રદેશ પર યુરોપનાં પાટનગરોની હકુમતે આવીને કબજો જમાવ્યા. આફ્રિકા ખંડ પર યુરોપના ખંડા કાતરાઇ જવા માંડયા. આ રીતે આફ્રિકા પર ૧૯ મા સૈકા અંત પામ્યા ત્યારે, આફ્રિકા ખંડમાં ઇ. સ. ૧૯૦૦ સુધીમાં નીચે પ્રમાણેના પ્રદેશે। ચાસ માઈલના માપ પ્રમાણે નીચે પ્રમાણે પડાવી લેવામાં આવ્યા હતા. ફ્રાન્સ-૩,૮૬૬,૯૫૦—સ્કવેર માઇલ બ્રિટન – ૨,૧૦૧,૪૧૧— —૦૦૦૬૦૦ : ‘} -(R6)?a] જર્મની ૯૧૦,૦૦૦— એલજીઅમ~ ૯૦૦,૦૦૦— પારટુગાલ— ૭૮૭,૦૦૦— ટરકી - ૪૦૦,૦૦૦ ઇટાલી— ૨૦૦,૦૦૯ સ્પેઇન —૦૦/‘60 " ,, در ,, ,, ,, ,, دو "" :) "" .. در "" ૫૧ "" આ રીતે ૧૯૦૦ ની સાલમાં આફ્રિકાખંડ વહેંચી લેવાયેા, તથા આ ખંડની ધરતી પર, પરાધીન નહી એવા એબિસીનીયા નામના એક જ પ્રદેશ ત્યારે બાકી રહ્યો. યુરાપની વાણિજ્ય સંસ્કૃતિએ . આખા આફ્રિકાખંડપર સંસ્થાના કાતરી કાઢયાં. આફ્રિકાની દાલતના ભંડારો અથવા જંગલની સંસ્કૃતિની બધી પેદાશે આ સંસ્કૃતિની માલીકીવાળી બની. આ વાણિજ્ય સંસ્કૃતિનાં યંત્ર અને સાધનાએ, આફ્રિકાનાં કરાડા નરનારીઓ અને બાળક ખાળકીઓને, પેાતાની સંસ્કૃતિની સેવા કરનારી, માનવ માલમત્તા તરીકે કબજે કરી લીધી અને વેચવા પણ માંડી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy