________________
યુરેપની ઔદ્યોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદ
૪૯૧ ધારણ કર્યું હતું. આ શાહીવાદીરૂપે યંત્રતંત્રને ઉપયોગ માનવ સંહારને શરસાજ બનાવવામાં પણ કરવા માંડ્યું હતું. એટલે આ અર્થઘટનાએ માનવ સંસ્કૃતિને પડકારે તેવા વિશ્વયુદ્ધની રચને આ જગત પર રચવા માંડી હતી.
આ અર્થ માનવના અધિકાર નીચે જગતની દશા વ્યાકુલ બની ગઈ. આખી દુનિયા અર્થનાં ઉત્પાદનનાં કારાગારમાં પૂરાઈ ગઈ હોય તેવો દેખાવ થઈ ગયો. માનવજાતની સમાનતાના ખ્યાલની જે જાહેરાત ફ્રેંચ દૈતિએ કરી હતી તે સમાનતા જીવન વ્યવહારમાં ડૂબી જવા લાગી. ત્યારે આ અર્થમાનવે ઘડેલી સંસ્કૃતિની ઘટના માટે પશ્ચાતાપ કરતા હોય તેવા અવાજો સંભળાવા લાગ્યા, તથા વધારે સારા સમાજની રચના માટેનાં દિવા સ્વપન લખાવા માંડ્યાં. આ દિવા સ્વનેમાં રોબર્ટ ઓવેને એક સહકારી ઘટના લખી બતાવી નેબેલ નામના એક યુદ્ધને સામાન બનાવનાર કારખાનાઓના માલિકે શાંતિની ઈનામી સંસ્થા શરૂ કરી. કારનેગીએ મફત પુસ્તકાલય શરૂ કર્યા અને રોક ફેરે વૈદકિય સંસ્થાઓ બાંધવા માંડી.
પરંતુ અર્થમાનવે ઘડેલી સંસ્કૃતિની કટોકટી તેથી અટકી નહીં. એણે રચેલા અર્થકારણનો નિયમ “સપ્લાય અને ડીમાન્ડ” નામને હતું, તે પણ મૂશ્કેલીમાં આવી પડ્યું હોય તેવું દેખાયું. અર્થ જીવનમાં કટોકટી અને આંધીઓ આવવા માંડી, તથા માનવજાતના મોટામાં મેટા વિભાગ માટેનાં શુભ અથવા કલ્યાણનું સ્વરૂપ વ્યવહારમાં ઉતરતું દેખાયું નહીં. ગરીબાઈ, ભૂખમરો, બેકારી, પછી યુદ્ધને સંહાર જગત પર ઉતરવા લાગ્યો. હવે યંત્રની ઘટનાના આ જમાનાએ જે વ્યાપકતા અને દેશ દેશ વચ્ચે પરસ્પર સંબંધ બાંધી દીધે હતો તેણે જગતને એક જગત્ બનાવી દીધું હતું. આવા એક જગતે વિજ્ઞાનની સાધનાની તાકાત મેળવી હતી. આ રીતે વ્યવહારમાં એક બનેલા જગત ની સંસ્કૃતિ અને સંસ્કાર પણ એક બનવા માંડ્યાં હતાં. અર્થમાનવની વાણિજ્યનીતિનું રૂપ, ઉપગિતાવાદ
૧૯મું શતક જ્યારે વિશ સૈકામાં પ્રવેશવાને વળાંક લેતું હતું ત્યારે સંસ્કૃતિનાં વૈજ્ઞાનિક સ્વરૂપને પિતાના અધિકાર નીચે આણી ચૂકેલી જીવન વ્યવહારની નીતિમત્તા બીલકુલ વાણિજય રૂપની ઉપયોગિતા વાળી બની ચૂકી હતી. આ સ્વરૂપે પિતાનું ચિંતન શાસ્ત્ર પણ છ દીધું હતું. આ ચિંતનશાસ્ત્રની પ્રેરણું ઓકસફર્ડમાં ઉભી થઈ હતી પરંતુ એનું વિકાસ સ્થાન શાહીવાદની અમેરિકન દુનિયા અથવા નવી દુનિયા હતી. અમેરિકાની આ દુનિયાનું એ ઉપયોગીતાવાદનું ચિંતનશાસ્ત્ર વિલીયમ જેમ્સનું હતું. એણે મનોવિજ્ઞાનનાં