________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
વે કરાવવા માટે એને લઇ જઇ શકતા નહતા તેટલે એ આઝાદ શ્રમ-માનવ બન્યા હતા.
૪૩
ઔદ્યોગિક ક્રાંતિનું વાણિજ્યરૂપ
આવી ઔદ્યોગિક ક્રાન્તિના આર્ભ સમાજના નૂતન વાણિજ્યરૂપમાંથી થયા. યુરોપના નવા વાણિજ્ય સ્વરૂપના આરભ અમેરિકાની શેાધની સાથે થયા એમ કહી શકાય. આ વાણિજય સ્વરૂપમાં નવા શેાધાયેલા દેશોમાંથી સાના, રૂપાના અને બીજા માલસામાનના ઢગલા યુરોપમાં આવ્યા. યુરાપના, ઇટાલીના જાનાં વાણિજ્ય નગર હવે નવા વાણિજ્યમાં નકામાં બન્યાં. નવા વાણિજ્યના નૂતન સ્વરૂપે ભૂમધ્યને બદલે એટલાંટિક મહાસાગરને પસંદ કર્યો તથા વાણિજ્યના આ સ્વરૂપે ઉદ્યોગવાના વિકાસ કર્યો. નવા વાણિજ્યના આરંભના આગેવાન દેશા, સ્પેઇન, પોર્ટુગાલ, હાલેડ અને ઈંગ્લેંડ બન્યાં. નુતન બનતા યુરોપમાં “ મર્કેન્ટાઈલ સીસ્ટોમ ’’ ના નામથી એળખાતી આ વાણિજ્ય પ્રથાએ પેાતાના નવા અર્થશાસ્ત્રી પણ જન્માવ્યો. આ નવા અ કારણે રાષ્ટ્રિય દોલતના સિદ્ધાંતને વિકસાવ્યા. આ સિદ્ધાંત એ હતા કે સેાનું અને રૂપું એ રાષ્ટ્રીય દોલતનાં રૂપકા હતાં, તથા આ બે ધાતુએ જે દેશ પાસે સૌથી વધારે હોય તે દેશ શ્રીમંત કહેવાય. હવે લશ્કરા પણુ એક દોલત છે તેવી ખાત્રી આ નવા રાષ્ટ્રાને થવા માંડી હતી. સેાના અને રૂપા વડે મોટાં લશ્કરા જમા કરી શકાતાં હતાં, તથા લશ્કરે। વડે સેાના અને રૂપાની લત વધારી શકાતી હતી, તથા ઉદ્યોગને વિકસાવાતા હતા. આ નવા વાણિજ્યના સ્વરૂપમાં આંતરરાષ્ટ્રિય વ્યાપાર એક કુદરતી કાનૂન અથવા સત્યની જેમ સ્વિકારાવા માંડતા હતા. આંતરરાષ્ટ્રિય વ્યાપારવાળી આવી “ મર્કન્ટાઇલ સીસ્ટીમને ” અથવા વાણિજ્ય પ્રથાને યુરોપનાં રજવાડાં પણુ અપનાવવા માંડયાં હતાં. ઇંગ્લેડના રક્ષક બનેલા ક્રોમવેલની પરદેશનીતિ આ વાણિજ્ય પ્રથા ઉપર જ બંધાઇ હતી. આ પરદેશ નિતીને ધારણ કરતું ઈંગ્લેંડ પણ હવે દુનિયાના પ્રદેશા જીતવા નિકળી ચૂકયું હતું. ઉદ્યોગીક ક્રાંતિ પર સ્વાર થઈને મહાસાગરે ને વટાવીને નવી શેાધાયેલી દુનિયાના જુદા જુદા પ્રદેશો ઉપર પેાતાનાં સંસ્થાનાની રચના કરતી યુરોપની વાણિજ્ય પ્રથા સંસ્થાન વાદની રચના કરતી હતી. આ પ્રથા નીચે ધરતીના જુદા જુદા પ્રદેશ યુરેાપનાં સંસ્થાને બનવા માંડયાં હતાં, તથા આ સંસ્થાના પર વ્યાપાર ચલાવવા એટલે તેમની રીતસરની લુંટ ચલાવવા યુરોપના સાહિસકાની વેપારી મંડળીએ રચાવા માંડી હતી. યુરોપની વાણિજ્યનીતિએ પોતાનાં રાષ્ટ્રોમાંથી બહારના જગતમાં ધકેલેલા સાહસકા જગતભરમાંથી શોષણ કરીને સુવ
,,