________________
યુરેપની ઓદ્યોગિક કાન્તિ અને સામ્રાજ્યવાદ
૪૮૧ વધારો કર્યો. લણવા અને ઉપણવાનાં તથા ખેડવાનાં અને વાવેતર કરવાનાં યંત્રો તૈયાર થઈ ગયાં અને ખેતીના ધંધામાં પણ નવાં સામાજિક સ્વરૂપે દેખાવા માંડ્યાં. આ સ્વરૂપે ખેતી કરનારાં શ્રમ માની અર્ધગુલામ જેવી અથવા હાલીઓ જેવી અથવા “સ' જેવી જીવનદશાને અંત આણ્યો. તથા તેમને પણ સ્વતંત્ર ભાન બનાવવા માંડ્યાં. આ રીતે ફ્રેંચ ક્રાંતિએ શરૂ કરેલું લેકશાહીનું સ્વરૂપ ઉદ્યોગ ક્રાંતિ મારફત પણ સમાજના જીવનમાં વધારે ને વધારે વિસ્તાર પામવા લાગ્યું. આ સ્વરૂપ, ફેકટરી અને ખેતરમાં કામ કરતા બધા લેકસમુદાયોમાં વ્યાપક બનવા માંડ્યું. આ સ્વરૂપ ધરમૂળથી ફેરફાર કરનારું અથવા જીવનની રીતભાતને સમુદાયમાં પણ પલટી નાખનારૂં સ્વરૂપ હતું, એટલે જ તેને ક્રાંતિકારી સ્વરૂપ કહેવું જોઈએ. ક્રાંતિનું આ રૂ૫ પુખ્ત મતાધિકાર જેવું, હજુ રાજકીય સ્વરૂપ નહેતું બન્યું પરંતુ તેનું નૂતન એવું આર્થિકરૂપ, ઔદ્યોગિક ક્રાતિએ સરક્યું હતું તથા, સૌ માનવોના શ્રમ કરવાના, સમાન અધિકારવાળું આ આર્થિકરૂપ હતું. ઉઘોગ કાંતિનું સામાજિક રૂપ
ઈતિહાસના આરંભકાળથી માનવજાતની આર્થિક આબાદીની પ્રગતિને પાયે ધાતુઓ ઉપરના તેના કાબૂ પર આધાર રાખતે માલુમ પડે છે. આ ધાતુઓમાં લોખંડ હજાર વર્ષથી શોધાયા પછી અને લેહયુગની શરૂઆત થઈ ગયા પછી લેખંડને ઉદ્યોગ પર શરૂ થયેલે મહાન પલટો ૧૮માં સૈકામાં જ આવી શકે. લોખંડના ઉપગનાં પરિણામમાં પહેલી જ વાર આ પલટે ક્રાંતિકારી હતી કારણકે તેણે આજ સુધીના ઉદ્યોગનું સ્વરૂપ બદલી નાખ્યું. આજ સુધી ધાતુ ઉદ્યોગ ચલાવનાર લુહાર હતું. હવે શરૂ થતા ક્રાંતિકારી ફેરફારે લેખંડની વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી અને ઉદ્યોગનું સ્વરૂપ લુહારના હાથમાંથી ઈજનેરના હાથમાં ગયું. આ ફેરફારનું બીજું મુખ્ય રૂપ એ હતું કે લેખંડને ગરમ કરવા માટે વપરાતા લાકડાના કોલસાને બદલે જમીનની અંદર કલસે વપરાવા માંડે છે. આ કોલસાની સાથે જ નવી ભઠ્ઠીઓને જન્મ થયો. આ ભઠ્ઠીઓમાં નવી તાકાતને ધારણ કરનાર લુહાર નહિ પણ ઈજનેર બન્યો. આ ઈજનેરેએ પિલાદના પુલ પણ બાંધવા માંડ્યા અને જહાજે પણ બાંધવા માંડ્યાં.
ઉદ્યોગ યુગના આરંભમાં લેખંડ અને કોલસાની તાકાત સાથે વરાળની તાકાત પણ સામેલ થઈ ગઈ. માણસની સેવા માટે વરાળનો ઉપગ તે જ્યારે પૃથ્વી, ગોળ નહાતી મનાતી તેવા પુરાણું સમયથી જ શરૂ થઈ ગયું હતું,
૬૧