________________
કર
વિAવ ઈતિહાસની રૂપરેખા એક તરફ જેમ ઉત્પાદન અને દેશના ઢગલા વધતા ગયા, તેમ બીજી તરફ ગરીબ લેક સમુદાયો અથવા શ્રમમાનનાં દુઃખ, દરદ, ગરીબાઈ, યાતનાઓ અને તેમના પરનાં પિડને પણું વધતાં જ ગયાં.
ઈ. સ. ૧૮૩૧માં જેની બેન્જામ નામના એક અંગ્રેજી વકીલે પિતાના એક મિત્રને લખ્યું કે “તે સુખી થવાનો રસ્તો બીજાને સુખી બનાવવામાં છે, બીજાને સુખી બનાવવા માટે આપણે તેમના પર પ્રેમ કરવો જોઈએ, અને પ્રેમ કરે એટલે પ્રેમનો વિચાર નહિ પણ કાર્ય કરવું,” આવો તે જમાનામાં માનવમાત્રનું ભલું કરવાને એ એક ભવ્ય ખ્યાલ હતું, છતાં ય જગતને આર્થિક વહિવટ માનવ માનવ વચ્ચેની બંધુતાના વહિવટનેજ વિરોધી હતા. આ વહિવટે જીવનવ્યવહારને કાનૂન આર્થિક આઝાદી અથવા લેઈઝ ફેર” નામને ઘડ્યું હતું. આર્થિક આઝાદીને આ કાનૂન બેફામ રીતે કહેતા હતા કે કારખાનામાં મજુરીના કલાકની સંખ્યા કામ કરવાને મજુરની તાકાતની છેલ્લી હદ સુધીની રાખીને તેમને લાંબો સમય કામે રોકવાં જોઈએ. કોઈ સ્ત્રી પુરુષ કે બાળક મિલના સંચા પાસે કામ કરતાં કરતાં બેભાન ન બની જાય ત્યાં સુધી કામ કરવા માટે તે આઝાદ હોવાં જોઈએ. આવું કામ કરવાના બદલામાં તે સમયમાં મજુરને પેટ પૂરતી જ મળતી ન હતી તથા તેમને જીવનધારણ કરી રાખવા માટેનાં ખોરડાં, જેમાં કુતરાઓ પણ ન રહી શકે તેવાં કંગાલ એવાં ઘરે મળતાં હતાં. નાનાં નાનાં બાળકોને પણ આવી જીવલેણ મજુરીમાં શેકવામાં આવતાં અને કહેવામાં આવતું હતું કે જેમ સ્ત્રી અને પુરુષે તેમ બાળકે પણ કામ કરવા માટે સ્વતંત્ર હોવાં જોઈએ.
આ લેઇસેઝ ફેર” નામનો આર્થિક કાનૂન હતું. આ કાનૂન કરનારી પાર્લામેન્ટમાં માલિકનું પરિબળ મોટું હતું. સ્ત્રીઓ અને મજુરને પાર્લામેન્ટમાં ચૂંટાવાને અધિકાર પણ હતું નહિ. ઈ. સ. ૧૭૩૨માં પસાર થયેલા રીફોર્મ બિલે જમીનદારે ઉપરાંત કારખાનાના માલિકને જ પાર્લામેન્ટમાં ચૂંટાવાને અધિકાર આપે હતો. શ્રમ માનવાની હિલચાલ
પછી અંગ્રેજી મજુરેએ મતાધિકાર મેળવવા માટેની હિલચાલ શરૂ કરી. આ હિલચાલમાં એમણે પાલમેન્ટ સમક્ષ પોતાને માટે મતાધિકાર માગતું એક અધિકારપત્ર રજૂ કર્યું. આ અધિકારપત્રનું નામ “પીપલ્સ ચાર” હતું અંગ્રેજી માનવજાત માટે સૌથી મોટા સમુદાયના આ મતાધિકારની લડત લાંબે વખત ચાલી..