SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ४४७ ૧૯ મા સૈકાનું જીવનરૂપ એકધારી સાધનામાંથી તારવી હતી. આ તારવણું અને અવકનેની ધને ઢગલે લઈને ઈ. સ. ૧૮૩૬ માં ચાર્લ્સ ડારવીન, સફરમાંથી ઘેર આવ્યું, અને પછી લગ્ન કરીને, કેન્ટમાં ઘર માંડીને એક સાધુની જેમ સાદાઈમાં જીવન જીવવા લાગે. એ જીવન ક્રિયાનું વિજ્ઞાન તારવવા માટે એ નેધ કરતે જ ગયે. પૃથ્વી પરના જીવનના અવશેષોના અભ્યાસ પછી જીવનની વિદ્યાપીઠમાં ભણેલી આ વિભૂતિએ ૧૮૫૯ની સાલમાં “ઓરીજીન ઓફ સ્પીસીસ” નામનું લખાણ તઈઆર કર્યું. એમાં એણે પ્રાણી જગતના જીવનનો વિકાસક્રમ સમજાવ્યો. એ સમજાવવા માટે એણે કુદરતમાં ચાલતી જીવન ક્રિયાના રૂપને, “નેચરલ સીલેકશન”નું નામ આપ્યું. એણે એક સીધી સાદી અને સરળ વાત જીવનની ક્રિયાના અવલેકનમાંથી વૈજ્ઞાનિક રીતે તારવી કાઢી કે, જીવનનાં સ્વરુપે અથવા “પીસીસ” કોઈ દૈવી ઇચ્છાથી જન્મતાં નથી પણ વિરાટ જીવનની ક્રિયારૂપ નિપજતા હોય છે. આ ખ્યાલે, સૌને જીવન વિજ્ઞાનેને વિચાર કરતાં કરી મૂક્યાં, અને વિચારને વંટોળ જગાવ્યું. ત્યારે કપરા દિવસ પસાર કરતા ડારવીનની વહાલી દીકરી એની મરણ પામી હતી. એટલું પુરતું ન હોય તેમ જોડેના ઓરડામાં એને અઢાર મહીનાને એક સૌથી નાને દીકરે પણ મરણ પથારીમાં તરફડતે પડ્યું હતું. જાણે પિતે જીવતરના અવલેનનની પારખ કરતે હોય તે ડારવીન પોતાના ઘરમાંની જીવન ક્રિયાને દેખતે બોલ્યો, “જીવનકલહ...” એ બારીની બહાર જેતે બબડતો હતો.બારીની બહારની દુનિયામાં પક્ષીઓ ગાતાં હતાં, પવન સૂસવતા હતા, ઝાડની ડાળીઓ મૂકતી હતી, વાંદરાં કૂદતાં હતાં. આજે ત્રીસ ત્રીસ વરસથી એણે કુદરતને નિહાળી હતી. કેઈવાર નરમ તે કઈ વાર સખત, કઈ વાર નાજુક તે કયારેક નિષ્ફર, કોઈ વાર ઉદાર તે કોઈ વાર સ્વાથી, ક્યારેક ભયંકર તે ક્યારેક સુંદર એવી કુદરતની એકેએક હિલચાલ એણે ઊકેલી હતી. એણે કુદરતને સવાલ પુછ્યા હતા, કુદરતના કેયડાઓના જવાબ મેળવ્યા હતા. કુદરત જેવો કઠેર બનીને એ યાદ કરતે હતે. જીવનનાં અવલેકનમાંથી મેળવેલે જવાબ તપાસી જે હોય તેમ એ પિતાના મરવા પડેલા બાળકને ઓરડામાં ગયા. મરણ પથારીએ માવજત કરતી એની સ્ત્રી ઈમા બેઠી હતી અને એને પૂછતી હતી, “તમે મેટા થકના ચેક લખ્યું તેમાં મોત સમજાયું નહિ ને!', મેં દુનિયા ઉપરતળે દેખી છે, મને આખી દુનિયામાં મતનું શાસન કયાંય જણાયું નથી. એકેએક ડાળીએ અને ફૂલેફળે, એકેએક ખડકે અને હાડ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy