SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મા સૈકાનું જીવનરૂપ ૪૪૩ ચિતરવા માંડયું. ત્યારના દશમા ચાર્લ્સની સરકાર સામેના લેકેના ધિક્કારને કેરીકચર” નામના અઠવાડિકમાં અને એક દૈનિકમાં આલેખીને ત્યારના જીવન વ્યવહાર પર ચિત્રનાં નિરૂપણ એણે આપ્યાં. પિતાનું હતું તેવું રૂપ કાગળ પર દેખીને સરકાર ભડકી ઊઠી. એણે ડોમીઅરને છ મહીનાનું કારાગાર આપ્યું તથા કેરીકેચરને બંધ કરાવી દીધું. પણ છ મહીના પછી બહાર આવીને ડેમીઅરે “ચારી વારી” દૈનિકમાં ત્યારની જીવન ઘટના પર એક હજાર લીથોગ્રાફ ઉપજાવી દીધાં. ૧૮૪૭માં એ ચોવીસ વરસની એક યુવતી સાથે પરણ્યો. સીન નદીના કિનારા પર એણે એક ઘર ભાડે રાખ્યું અને ત્યાં એણે પિતાને સંસાર માંડી દીધે. સંસારને સમજવા એણે પારીસ નગરને રસ્તે રસ્તે રખડવા માંડ્યું, અને સીન નદીના કિનારાઓ પર ટહેલવા માંડયું. એની નજરમાં, શ્રવણમાં અને ચકેર ચિત્તમાં ત્યારના જીવતરના સત્વનાં તરેહ તરેહનાં રૂપ અંકાયાં. ઘેર આવીને એ બધાંની તસ્વીરને એણે પત્થર પર અને કેનવાસ પર આલેખી. કે સુરમ્ય સંસ્કારનો આકાર ડોમીઅરે પારીસની શેરીઓમાંથી, ચાલીઓમાંથી, ગરીબાઈના ડંખમાંથી શોધી શોધીને મઢયે હતે ! જીવનની પ્રખરતાને સુંઘી સુંઘીને મૂલ્ય મઢવાની સાધનામાં મચી પડેલે, ડોમીઅર આંખનું તેજ ગુમાવતે, વધારેને વધારે શ્રમ કરતે હતે. એક મહાજને, આ ચિત્રકારના શ્રમને દેખતાં વ્યથા દબાવીને કહ્યું. “શો જમાનો છે, જેમાં ડોમીઅર જેવાએ પણ આખર તક રેટીને સવાલ હલ કરવા મથવું પડે છે !” પછી આખર તક શ્રમ કરતા કલાકારે મગરૂર ડેક ઉંચકીને નિસ્તેજ નજર સ્થાપીને કહ્યું, “આપ મહાનુભાવને મુડીની આવક છે, મારી માલમત્તા આ ધાન્ય ધરતી પરનો જનક છે, જે તમે અને હું નહીં હોઈએ ત્યારે પણ દિલ ચેર્યા વિના છબન મૂલ્ય નિપજાવ્યા કરતું હશે.” એ જીવન્ત મૂલ્યનાં જ એણે અનેક રૂપો ચિતર્યા કર્યા, અને “મેડેલે ” ભાડે લેવાની ના પાડી. એણે કહ્યું, પેરીસ નગરનું લેક જીવન મારૂં “મોડેલ” છે. એમ કહેતે કલાકાર એક દાખલે દેતે કહેતે હતે. “દાખલા તરીકે આ રહ્યો મારે મોડેલ!” એણે અદાલતમાં વકીલનું અવલેકન કર્યું. એણે વકીલાતી વ્યવહારમાં ખૂલતા વકીલના મોઢાને આલેખ્યું અને કહ્યું, “જૂઠાના વ્યવહારમાં ક્રિયાશિલ બનતા આ મોઢા કરતાં જીવનના મૂલ્યને ઉપહાસ કરતું વધારે આકર્ષક બીજું શું રૂપ હોઈ શકે !” અર્થ માનવ બનતા માનવીના વકીલાત નામના જીવન વ્યવહારમાં જીવતા સ્વરૂપ જેવા વકીલને, તેના પરનાં બધાં આવરણના ભ્રામક પડદાઓને હટાવી દઈને, તેને તેના મોઢા મારફત એણે સરજી દીધે, અને સંસ્કાર સ્વામીઓએ એ મેઢાના ચિત્રને પ્રથમ પંક્તિના
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy