________________
રપ
ઈતિહાસ એટલે સંસ્કૃતિની જીવનકથા સંસ્કૃતિની આ કથાનું નાયક-માનવસમુદાય
સંસ્કૃતિની ઘટનાનું નાયક એકલું અટુલું મનુષ્ય નથી પણ માનવસમાજ અથવા સમુદાય છે. ઈતિહાસના આરંભથી જ એ પોતાની કથાને સંસ્કૃતિમય આરંભ શરૂ કરી દેતે માનવસમાજ માલમ પડ્યો છે.
આ આરંભમાં સંસ્કૃતિની ઘટનાનાં બધાં રૂપે એકબીજામાં ઓતપ્રેત થઈ ગએલાં શરૂમાં દેખાય છે. આ સ્વરૂપમાં કઈ સ્વરૂપ વધારે સ્પષ્ટ દેખાય છે તે કઈ ઝાંખું હોય છે. આ સંસ્કૃતિની ઘટનાને ઘડવૈયે માનવસમુદાય, ખોદતે, કટકા કરતે, ઠેકત, તાર કાઢો, સૂકવતે, સાચવી રાખતે, ચીસ પાડતે, શરીર ઢાંકતે, જાદુ કરતે, શિકાર કરતે, પાલન કરતે વિગેરે અનેક ક્રિયાઓ કરતે દેખાય છે.
આ બધી ક્રિયાઓને કર્તા માનવસંધ છે. આ બધી ક્રિયાઓ કોઈ આર્થિક તે કેાઈ સામાજીક, કોઈ એક તો કોઈ બીજા રૂપમાં ઓળખી શકાય તેવી ક્રિયાઓ છે. આ બધી ક્રિયાઓ માનવપ્રાણુની સંસ્કૃતિ ઘડતરની ક્રિયાઓ છે. આ ક્રિયાઓને પગલે પગલે સંસ્કૃતિની કેડીની રચના થાય છે. સંસ્કૃતિની કેડી
આ કેડી પર મનુષ્ય ઉભો છે. એના હાથમાં હથિયાર છે, સાધન છે. સંસ્કૃતિના ઘડતરની એ નિશાની છે, સ્વરૂપ છે. પર્વતની ટોચ પરથી તે, સમદ્રના કિનારા સુધીની રાન તથા વેરાન અને જંગલ જેવી પૃથ્વીની કાયાને, હથિયાર અથવા સાધન ધારણ કરીને એણે સુધારવા માંડી છે. આ સુધારણું અથવા સંસ્કૃતિની ક્રિયા કરનારના એના હાથમાં સાધન અથવા હથિયાર છે. સંસ્કૃતિની કેડી પર એણે પગ ગઠવીને ચાલવા માંડયું છે.
સંસ્કૃતિની આ સાધનામાં જંગલની કિનારી ઝાંખી પડે છે અને જંગલ પાછું હટે છે. કઈ નદી કે સમુદ્રના કિનારા પર સંસ્કૃતિને વસવાટ આ રીતે એ શરૂ કરે છે. એનું માનવરૂપ પણ સંસ્કારીરૂપ બની ગયું હોય છે. આ સંસ્કારી સ્વરૂપ ગોપનું, ભરવાડનું, ખેડૂતનું વણકરનું, ધાતુમાંથી ઘાટ ઘડનાર કારીગરનું, બની ગયું હોય છે. આ બધી સંસ્કૃતિના ઘટના આપમેળે બની જતી નથી પણ મનુષ્યના કાર્ય વડે થાય છે. આ બધાં કાર્યોની ઘટના ચૂપચાપ કે શાંતિમય રીતે ચાલતી નથી પણ એક મેટી ખેંચતાણ અથવા ધમસાણની ગતિ ધારણ કરતી હોય છે.