________________
ઈતિહાસ પહેલાને ઈતિહાસ
૨૩ આ ટાપુઓ ઉપર જગતના જન્મ પછી એકેય મનુષ્ય હજુ સુધી વસ્યું ન હતું. આ ટાપુઓ આ ધરતી પરની જીવનકથાનાં પ્રીહીસ્ટારિક સમયના જીવનરૂપોને પણ જીવતાં ધારણ કરી રહેલાં સંગ્રહસ્થાને જેવા હતાં. ડાર્વિન નામના જીવન વૈજ્ઞાનિકે જીવન વર્તનની આ પ્રીહીસ્ટોરિક પ્રયોગ શાળામાં ડોરવીને ભણવાનું શરૂ કર્યું. જીવનમાંથી ૨૦ વર્ષ સુધી ભણ્યા કરેલા આ વૈજ્ઞાનિક જીવનની ક્રિયાઓની નોંધના ઢગલા તૈયાર કર્યા અને તેમાંથી એણે જીવનવિજ્ઞાનનું સત્ય તારવી કાઢયું. મનુષ્યના અવતરણનું માનવઈતિહાસનું પ્રીહીસ્ટોરિક નામનું ગુમ થઈ ગયેલું પ્રકરણ એના હાથમાં આવ્યું.
ઈતિહાસ નવો લખાવા માંડ્યો. કયા વર્ષની કઈ તારીખે, કેટલા વાગે આ પૃથ્વી પર પહેલા મનુષ્યનું અવતરણ થયું તે નોંધવાને બદલે નૂતન ઈતિહાસ મનુષ્યના અવતરણની જીવનવૈજ્ઞાનિક પ્રક્રિયાની નોંધ કરી. પછી તે, આ વિશ્વના ભંડારિયામાંથી પ્રાચીન ઈતિહાસની કિતાબ જેવા પીરામિડે, અને હાડપા જેવાં નગરે જાગી ઊઠયાં.