SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ઈગ્લેડની રાજ્યક્રાન્તિ અને અમેરિકાને જન્મ ૩૭૭ જાળવી શકે તેવા ઐલિવર ક્રોમવેલને અંગ્રેજી પાર્લામેન્ટને પહેલે સરમુખત્યાર બનાવ્યું. કોમવેલ લેર્ડ પ્રોટેકટર” કહેવાયો. ઈ.સ. ૧૬પ૩માં પિતાનું કામ શરૂ કરીને એણે પાંચ વર્ષ સુધી રાજ્યવહિવટ ચલાવ્યું. પેઈન સામેની યુદ્ધ હરિફાઈ ફરી પાછી શરૂ થઈ. ધર્મસુધારણાને એણે સર્વાગી રીતે અમલ શરૂ કર્યો. ઇગ્લેંડના રાજકારણમાં વેપારી સમાજનાં હિત અને અધિકારે પહેલી પંક્તિના કાર્યક્રમ તરીકે અમલમાં આવ્યાં. આ રીતે યુરોપમાં નવા યુગના વેપારી વહિવટવાળું નૂતન લોકશાહી રાજશાસન પહેલીવાર શરૂ થયું. આ નવા રાજ્યશાસનમાં એક રાજાને ફાંસીએ લટકાવ્યા પછી અને બીજાને ભગાડી મૂક્યા પછી ઈ. સ. ૧૬૪૮માં અંગ્રેજી પાર્લામેન્ટ, પાર્લામેન્ટની હકૂમત પ્રમાણે અને પાર્લામેન્ટની જ અનુમતિ પ્રમાણે રાજ્ય કરે તેવા એક રાજાને રાજ્ય કરવા માટે આવવાનું આમંત્રણ આપ્યું. ડચ રીપબ્લીકને આગેવાન વિલિયમ ત્રીજે ઈગ્લેંડમાં આ રીતે આવવા તૈયાર થયા. આ વિલિયમને બેલાવવા પાછળ જૂના રાજવંશને વારસાહને કાનૂન હતા. આ નવે રાજા જે પાર્લામેન્ટના પુતળા તરીકે આવવા તૈયાર હતું તે ઈગ્લેંડના જે રાજાને ભગાડી મૂકવામાં આવ્યું હતું તેની સૌથી મોટી દીકરી મેરી સાથે પર હતા. અંગ્રેજી પાર્લામેન્ટ ભગાડી મૂકેલા રાજાનાં, દીકરી જમાઈને અંગ્રેજી ગાદી પર આવવા આમંત્રણ અપાયું. ઈ. સ. ૧૬૮૮ના નવેમ્બરની પાંચમી તારીખે વિલિયમ અને મેરી ઈગ્લેંડમાં આવ્યાં. ૧૬૮૯ને જાન્યુઆરીમાં વિલિયમ અને મેરીને અંગ્રેજી પાર્લામેન્ટ ઈગ્લેંડના રાજ્યકર્તાઓ તરીકે જાહેર કર્યા. શાસનની સર્વસત્તાધિકારી, પાર્લામેન્ટ, તથા રાજ્યવહિવટને અમલ કરનારી પાર્લામેન્ટ નિમેલી કારોબારી કેબિનેટ તરીકે ઓળખાઈ. અંગ્રેજી રાજશાસનમાં રાજાનું વ્યક્તિત્વ રાજદંડ જેવું જડ અને પુતળા જેવું કહ્યાગરૂં બની ગયું. લેકશાહીના સાચા સ્વરૂપ પ્રમાણે જોઈએ તે, અંગ્રેજી લેકશાસનનું આ સ્વરૂપ સંપુર્ણ જવાબદાર રાજ્યતંત્રવાળી અને વેપારી સમાજની હકૂમત નીચેની રાજાશાહીનું સ્વરૂપ હતું. પાર્લામેન્ટના સભાસદ ચૂંટાઈને જ આવતા હતા પરંતુ દરેક બાર અંગ્રેજ નાગરિકોએ અડધા નાગરિકને જ મત આપવાનો અધિકાર હતો, એટલે ત્યારે સંપુર્ણ પ્રતિનીધિત્વ ધરાવતું લેકશાહીનું આ સ્વરૂપ ન હતું. રજવાડાશાહીનો અંત છતાં પણ રજવાડાશાહીના મધ્યયુગી જમાનાને તથા રાજાના શાસનને યુરોપની ધરતી પરથી અંત આણવાને આરંભ ઈગ્લંડમાં થશે. યુરોપ જન્મ એક હજાર વર્ષ પર થયું હતું અને ત્યાર પછી તરત જ યુરોપની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy