SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એને પાસમાં બીજા વસતાં હતા. બીજામાં એક બાઈ હતી, એની સ્વદાર હતી. વકીલને એ બાઈએ એકવાર અંધારામાં બાળક ધર્યો, ને દબાતા અવાજે બબડી, મારૂં ને તમારું આ પાપ....એ આપણું બાળક છે.” વકીલ હસ્યો. થોડા દિવસનું જન્મેલું બાળક સમજ્યા વિના જોઈ રહ્યું હતું. જાણે પિતાને પાપ કહેવા માટે બા-બાપ તરફ અને ગેરકાયદેસર ગણવા માટે દુનિયા આખીની દયા ખાતું એ બાળક દેખી રહ્યું હતું, ત્યારે ૧૪૫ર નું વરસ શરૂ થયું હતું. જે જેતું, તે કહેતું કે આવું બાળક હજુ કોઈને સાંપડ્યું નથી. દરરોજ મેટું થતું બાળક પ્રતાપી લાગતું અને તોયે એને જણનારી જનેતા, એને જન્માવવાને અપરાધ કરીને અળખામણું બનીને કે પડદા પાછળ, કોઈ મઠના આશરા પાછળ સાધ્વી બનીને અસ્ત પામી ગઈ હતી. આ ગેરકાયદેસર બાળકનું નામ લીઓનાર્દો-દ-વિન્સી હતું. એણે ભૂતકાળનાં મધ્યયુગી કબ્રસ્તાન તરફ જોવાને બદલે, ભાવિની શકયતાઓને જીવતી કરવા ભાવિનાં કમાડ ખેલવાની નજર નાખી. રીસેંસાં યુગને એ ઉઘાટક બની રહ્યો. એ શું હતું, શું ન હતું ! ચિંતક, વૈજ્ઞાનિક, ઈજનેર, કલાકાર, ગાયક, વગેરે વગેરે જવનકલાના અનેક આકારો એની આસપાસ તરવરતા હતા. આ બધી શક્યતાઓની અથવા મધ્યયુગના અંધારાને નાશ માગતી અને આગળ વધતી સમાજઘટનામાં જીવન વિકાસની જાગી ઊઠવાની શક્યતાઓ એની અંદરથી એક સાથે ડોકાતી હતી. એ અભ્યાસ કરતે હતે. એકત્રીસ વરસની ઉંમર સુધી લીઓનાર્ડોએ એકાંતમાં અભ્યાસ જારી રાખે, અને પછી મિલાનના ઠાકોરને અરજી કરી કે, “મને શાંતિની કલાઓ અને વિગ્રહનાં આયુધોના સર્જનખાતાના મુખ્ય નિયામક તરીકે નીમે.” એણે અરજી સાથે પિતાની આવડતની અને બુદ્ધિની શક્તિઓ નીચે પ્રમાણે ગણવી. હું જંગમ અને ખેંચી લઈ શકાય તેવા પુલ બાંધી શકીશ, અને દુશ્મનના પુલને નાશ કરવાની કલા પણ જાણું છું, નદીઓ અને ખાઈઓને સૂકવી શકું છું, કેવળ પથ્થરના પાયા પર જ ચણાયા હોય તેવા કિલ્લાને ધરાશાયી કરી શકું છું, નવી જાતની તપ બનાવી શકું છું, નદી નીચે રસ્તા દવાની અવાજ વિનાની કલા જાણું છું, દુશ્મનો નાશ કરવાની બંધ ટેકે ફક
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy