________________
૧૭
ઇતિહાસ પહેલાને ઈતિહાસ લીલી ચાદર ઓઢીને ઉત્તર તરફ પથરાતી અને પછીથી “ઈવેટરના પહેળા પટ્ટા આગળ દક્ષિણમાં ઝાંખી પડી જતી દેખાય. તથા આપણી પૃથ્વી પર જાગી ઊઠેલા જીવનની પાંખોના ફફડાટમાં, ફાડી ખાધેલાં પશુઓની ચિત્કાર કરતી બૂમરાણમાં, મહાસાગરના ઘૂઘવાટમાં અને રણ સાગર પર ઉડતા વળિઆની વેણુમાં, આપણી પૃથ્વીનું વતું સંગીત સાંભળવાનું મળે. પૃથ્વીપટ પર મનુષ્યનું આગમન.
આપણી પૃથ્વી પરની લાખો વર્ષની આ હીલચાલ ધારે કે આપણી નજર સામે દેખીએ છીએ. તો આપણે દેખી શકીએ કે વનપશુઓના અરણ્ય જગતમાં જીવનરૂપનો જંગ ખેલાવા માંડ્યો છે. એક જંગલની ટોચ ઉપરથી, અટારીઓ પરથી, અને જરૂખાઓ ઉપરથી, બીજા અરણ્ય પર ચારે પગે લંગે દેતાં પ્રાણીઓ જીવનની ઝપાઝપી કરે છે. આ ચાર પગવાળાં જંગલમાં હુપાહુપ કરતાં કેટલાંક પ્રાણુઓ હવે, આગલા બે પગ પર ઉભાં થઈ જઈને ઝાડની ડાળીને પકડી લઈને ફળને તેડીને હાથવડે ખાવાની ક્રિયા કરતાં શીખી ગયાં છે.
જંગલના જીવતરમાં આ પ્રાણીનું આવું પગલું ક્રાંતિકારી કહેવાય છે. આ પગલું હવે બે પગ પર ચાલતું પણ બની ગયું છે. આ ક્રાંતિકારી પગલું ભરનાર પ્રાણીનું નામ ગોરિલા, ચીમ્પાઝી અને ઉરાંગ છે. સૈકાઓ પછી સૈકાઓ વહી ગયા પછી આ પ્રાણીઓ હવે જંગલ પરથી ધરતી પર ઉતરીને ચાલવા માંડ્યાં છે. નાનાં બચ્ચાંની જેમ હાથમાં આવતી વસ્તુને એ ખાવા માંડતાં હતાં પણ હવે તો તેમણે વસ્તુઓને ઝડપી લઈને દાંત અને નખવડે તેને ફાડીને અંદરથી દેખવા પણ માંડી છે. ઘસડાતી ચાલે ચાલતાં વાળથી ઢંકાયેલા શરીરવાળાં બેડોળ ચહેરાવાળાં, માથાપરથી ઢળી પડતાં કપાળવાળાં ચીબાં નાકવાળાં, આંખના ખાડા પર નમતા હાડકાના ગોખવાળાં, આગળ આવતા જડબાં અને પાછી પડતી હડપચીવાળા, જાડી ગરદન પર ટેકવાયેલાં માથાંવાળા આ પ્રાણીઓ કોણ છે ? એ આપણું વડવાઓ છે.