SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ વિવ ઈતિહાસની રૂપરેખા વેપારી સમાજ વિશ્વઈતિહાસનું નવું પ્રકરણ ઈટાલીમાં, જર્મનીમાં, પોર્ટુગલમાં પેઈન અને ઈંગ્લંડમાં, નવા જમાનાનું મૂડીવાદનું રૂપ ધરીને લખતે હતે. એણે પ્રાચીન દેશનાં કમાડ ખખડાવવા માંડયાં હતાં. યુરોપના આ નવા જમાનાએ ઉત્થાનને યુગગ ધારણ કર્યો હતો. આ યુગગનું રૂપ શોધકરૂપ હતું. નવા નવા પ્રદેશોની શોધ ઉપરાંત વિજ્ઞાનના આ શોધકરૂપનું નામ અર્થકારણમાં મૂડીવાદ હતું, અને ધર્મકારણમાં “રેફર્મેશન' હતું. ઉત્થાનયુગનું શાસન સ્વરૂપ યુરોપને નવા યુગના શાસન સ્વરૂપની ઝાંખી કરાવનાર છબી વ્યાપારી હકુમતવાળા ઈટાલીના ફલેરેન્સ અને વેનિસ નામનાં નગર રાજ્યોએ બતાવી હતી. વ્યાપારી શાસનના ફલેરેન્સ નામના નગરમાં જ નીકે--મેકી આવેલી નામનો મધ્યયુગને ચાણક્ય જ હતે. મેકીઆલેલી ફલેરેન્સના નગર રાજ્યમાંની દસ જણની કારે બારીમાંનો એક હતો. એણે રાજકારણ ઉપર પ્રીન્સ' નામને એક ગ્રંથ લખે તથા રાજ્યકારણને નીતિ વ્યવહારથી જુદું પાડી દીધું. આ રાજ્ય કારણનું શિક્ષણ આપવા માટે તેણે શિક્ષણને પણ નીતિના વ્યવહારથી અલગ કરી દીધું. મેકી આવેલીએ રાજા બનવા માગનાર માટે અધિકારના પદને ગમે તે રીતે સાચવી રાખવાની તાકાતની પૂજા કરી. આ તાકાત માટે ગમે તે સાધન અથવા રસ્તે યોગ્ય ઠેરવવામાં આવ્યો. મૂડીવાદી વિચારસરણીની હકૂમતની નીતિ રીતિની વિચારસરણીનોજ આ આરંભ હતે. રીકાર્ડ નામના અર્થશાસ્ત્રીએ આર્થિક વ્યક્તિવાદની આવી જ ભાવના મૂડીવાદી અર્થશાસ્ત્રની રચનામાં ઉભી કરી હતી. આ રાજકારણને મધ્યબિંદુમાં મૂકી આવેલીએ “પ્રિન્સ”ને ગાઠવ્યું હતું પરંતુ વાણિજ્ય હકુમત્તનું શાસક સ્વરૂપ પણ વ્યાપારી પ્રિન્સો જેવું બનવા માંડ્યું હતું. આ નવા જમાનાના અર્થ કારણે જેવી રીતે આર્થિક વ્યક્તિવાદને સવાલ રજૂ કર્યો તેજ રીતે મેકીઆવેલીએ રાજકિય વ્યક્તિવાદની રજૂઆત કરી. રાજાઓએ અને વેપારીઓએ પોતપોતાને માટે રાજકિય અને આર્થિક અધિકારો માટે આ બંને સિદ્ધાંતને અમલ કરવા માંડ્યા, તથા આખરી ફેંસલા માટે આગળ વધવા માંડ્યું. પરંતુ ઉત્થાનયુગમાં આરંભ પામેલી આર્થિક હકૂમતનું રૂપ તે વ્યાપારી મૂડીવાદ પાસે હતું અને રાજકિય સત્તાનું રૂપ પિતાને શાસન કરવાના સર્વ અધિકાર ભગવાન પાસેથી મળેલા છે અને તેથી દેવી છે એમ માનનારા મહારાજા પાસે પણ હતું. આવા મહારાજાને આગેવાન મેકીઆવેલી હતી અને મુડીવાડી વેપારીસમાજને આગેવાન રિકાર્ડો હતે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy