SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વઈતિહાસનેા ઉત્થાન યુગ t ચેલા ઇરેસમસ હતા. આ ઈરેસમસે “ એક અજ્ઞાત માણસના પરિપત્રો” એવા મથાળા નીચે પુસ્તિકા છાપવા માંડી હતી. એમાં એણે ઇસાઇ સાધુઓની, અજ્ઞાન અને અધ દશાને ચિતાર આપવા માંડયા હતા. ત્યાર પછી “ મૂર્ખાઈનાં વખાણ ” નામનુ પુસ્તક લખીને એણે તે સમયની ધર્માંધતા પર પ્રહાર કર્યાં. સાળમા સૈકામાં સૌથી વધારે નકલો આ પુસ્તકની વેચાઈ તથા યુરેાપની દરેક ભાષામાં તેના અનુવાદ થયા. ૩૪૫ પછી આ હિલચાલને એક મોટા આગેવાન આવી પહોંચ્યા. એનુ નામ માટીન લ્યુથર હતું. ઈરફફ્ટની યુનિવરસીટી એ વિદ્યાર્થી હતા તથા ડેમીનીકન ધમઢમાં એ સાધુ બન્યા હતે. આ સાધુ વિટેનબર્ગીમાં ધમને અધ્યાપક પણ હતો. ઈ. સ. ૧૫૧૩ માં માટીનલ્યુથર રેમ ગયા ત્યારે પે!ષે લોકા પાસે ધર્મા એક નવા કર ઉઘરાવવા માંડયા હતા તથા ઈન્ડલજન્સીસ નામનાં પ્રમાણ પત્રો વેચવા માંડયા હતાં. આ પ્રમાણપત્રમાં કાઇ પણ પાપીને પૈસા પ્રમાણે પાપની માફીની ભલામણ પાદરી તરફથી ભગવાન પર કરવામાં આવતી હતી તથા પૈસા પ્રમાણે પાપની શિક્ષા એછી કરવાની ભલામણ કરવામાં આવતી હતી. જર્મનીમાં આ પ્રમાણપત્રો વેચવાના ઇજારા . જોહાન નામના એક પાદરીતે સાંપવમાં આવ્યા હતા. જોહાન નામો આ ધર્મ'ના ફેરિયા પ્રમાણપત્રો વેચીને પસા ઉઘરાવતા હતા ત્યારે માર્ટીને લ્યુથરતા પૂણ્ય પ્રાપ આ પ્રમાણ પત્રો સામે સળગી ઉડ્યેા. એણે પેપના આવા અધિકાર સામે વાંધે ઉડાવ્યેા તથા પેાપ સામેની ૯૫ ફરિયાદોને એક મોટા કાગળ તૈયાર કરીને તેને વિટે નખના દેવળ પર ચાયા. એ જ મહિનામાં માટીનયુથરની આ વાંધા અરજી વિષે આખા યુરોપને ખબર પડી ગઇ. યુરોપના બધા દેશોમાં બિશપેા કપી ઉડ્ડયા, રામનગરમાંથી માટીનલ્યુથરને પાપનું તેડું આવ્યું. રામનગર જઈને જીવતા સળગી જવાની શિક્ષા પામવાના એણે ઈન્કાર કર્યાં, એટલે પાપના એકસ કામ્યુનીકેશન”નો વટ હુકમ લ્યુથરને પહોંચ્યા. માટીનલ્યુથરે ભર સભામાં પાપનું આ કાગળીયું સળગાવી દીધુ. ધર્મની આ હિલચાલને માટી નહ્યુચર આગેવાન બની ગયા. સેકસનીના ઠાકારે લ્યુથરને આશરો આપ્યા. પછી પાપની ધર્મ કારોબારી મળી, અને યુથરો ભગવાન અને માનવસમાજ સામેના બહારવટીયા તરીકે જાહેર કરવામાં આવ્યો. આખા જર્મનીમાં અપરાધી લ્યુથરને કાઇએ ખોરાક પોશાક ૪૪
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy