________________
મધ્યયુગને અંત અને ઉત્થાનને આરંભ
૩૩૩ એકેએક દેશ પર સળગી ઉઠી. આ હિલચાલેનું નામ ફલેન્ડર્સની અંદર “આટી ને લ્હીઝ હતું. રોમમાં આ હિલચાલ ટ્રીબ્યુન રીઅજેઝ નામથી ઓળખાઈ હતી. ફલેરેન્સમાં આ હીલચાલ સીપ્પી નામની હતી અને ફ્રાન્સમાં ખેડૂતોના આ બળવાનું નામ જેકવેરી હતું. ખેડૂતને આ બળવાઓ પાછળ આવેશ એ હતો કે ઈસાઈ ધર્મના પ્રદેશ પર ગરીબ સમુદાય માટે ઈસુના ઈન્સાફને અંત આવી ગયું હતું. ઈસાઈ ધર્મને આ આશ ખરી રીતે જોઈયે તે લેકશાહીના ન્યાયી સ્વરૂપને આવેશ હતો. ઈડની કિસાન હિલચાલ
ઇંગ્લંડમાં પણ ગરીબ સમુદાય માટે જિસસે પ્રબોધેલ ઈન્સાફી વ્યવહાર તૂટી પડ્યો હતે. ત્યાં કેન્ટના જહેન બેલ નામના પાદરીની આગેવાની નીચે ખેડૂત સમુદાયે બળ કર્યો. ઈ. સન ૧૩૫૦ માં અંગ્રેજી પાર્લામેન્ટ બેકાર રહેલા ખેતમજુરોની સામે “ સ્ટેરયુટ ઑફ લેબરસ” પસાર કરીને તેમના પગારનું ઘેરણ નીચું કરી દઈને ખેડૂતની અંદરની આગને સળગાવી મૂકી હતી. આ હિલચાલનું મુખ્ય મથક ઓકસફર્ડમાં હતું. ઓકસફર્ડમાં ખેડૂતોની આ હિલચાલની આગેવાની ત્યાંના પાદરીઓએ લીધી અને જમીનદારોએ ખેડૂતો પાસેથી આંચકી લીઘેલી તમામ જમીને ખેડૂતે માટે છુટ્ટી મૂકી દેવાની રણહાકલ શરૂ કરી. આ હિલચાલની આગેવાની લેવા માટે જહેબેલને કારાગારમાં પૂરી દીધે. પણ ઈ. સ. ૧૩૮૧ ને જુનમાં ખેડૂતના આ બળવાએ ઉગ્ર સ્વરૂપ ધારણ ક, ધર્મગુરુઓ અને જમીનદારની પકડ નીચેની જમીનોને છોડાવવા માટે દક્ષિણપૂર્વમાંથી આખા ઇંગ્લંડ પર વેટ ટીબર, જેક સ ટ્ર, જહોન બેલ, જહોન લીટલ વુડ અને રીચાર્ડ વેલીનફોર્ડની આગેવાની નીચે ખેડૂતની એક મોડી વિરાટ કુચે લંડન ઉપર ચઢાઈ કરી. રસ્તામાં આવતા ધર્માચાર્યો અને ઉમરાવની જમીને જપ્ત કરવામાં આવી તથા તેમની માલીકીના કાયદેસરનાં બધાં કાગળીયાં સળગાવી મૂકવામાં આવ્યાં. આ વિરાટ કૂચના લંડન પર ચઢી આવવાના સમાચાર મળતાં લંડનની અંદરના ખેડૂત મજુરએ પણ બળ કર્યો.
જુનના બારમા દિવસે લંડન ધેરાઈ ગયું અને બળવા ખેરેના હાથમાં આવી પડ્યું. ડ્યુક ઑફ લેકેસ્ટર અને બીજા ઉમરાના મહાલયો બળવાખેરેના હાથમાં આવ્યા. પછી આ કિસાન કૂચ લંડનના ટાવર પર પહોંચી અને અંગ્રેજી રાજા તથા મુખ્ય ધર્મગુરૂ અને પ્રધાને કેદ પકડાયા. ત્યારના રાજાએ કિસાન હિલચાલના આગેવાનોની મુલાકાત આપી તથા તેમની તમામ માંગણીઓ પર સહી કરી. પછી તેણે શરત મુકી કે કિસાનોએ પિતાની છાવણી