SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ વિકવ ઈતિહાસની રૂપરેખા પણ ઉત્થાન માગતા યુરેપ પર સામંતશાહી અને ધર્મશાહીની નાબુદીની હિલચાલ યુરેપના રાજાઓએ શરૂ કરી દીધી. લુઈ અગીઆરમાના સમયમાં ફ્રાન્સે એકરાષ્ટ્ર બનવા માંડયું, અને તે માટે પિતાને ત્યાંના સામંતને દરબારમાં બેસનારા ઉમરા બનાવી દીધા. પેઈને ઝાડના છતીને પિતાની એક રાજાશાહીની હકુમતની એક્તા કતરી કાઢી. ઈગ્લેંડમાં હેનરી સાતમાએ સામે તેની ઘટનાને તેડી નાખીને, એક રાજાશાહીની હકુમત સ્થાપી દીધી. અનેક ટુકડામાં વહેંચાયેલા જર્મનીના પ્રદેશ પરના ઠેકેશને પણ એક મહારાજાની આણ નીચે આવી જવાની ફરજ પડી. આ નવાં રાષ્ટ્ર એકમેએ લશ્કરને રાષ્ટ્રિય બનાવ્યાં, તથા ઉમરાને લશ્કરના અમલદારે બનાવ્યા. આ બધાં નવાં રૂપ ધરેલાં યુરેપનાં રાજ્ય, પોપની શહેશાહતને ખતમ કરવાની ઈચ્છાવાળાં બન્યાં. આ બધાં રાજેની દાનત, નગરરાજ્યમાં વહેંચાયેલા ઈટલીના ટુકડા કરીને આખા દેશને ખાઈ જવાની થઈ. પોપની શહેનશાહતવાળું રેમનગરનું રાજ્ય પણ હવે ઈતિહાસની આ નવી ગોઠવણમાં નાશ પામવાને લાયક બની ગયું. અનંતનગર રામને અંત આ સમયને, યુરોપમાં સૌથી મટે મહારાજા ચાર્લ્સ પાંચમે ઈટાલી પર ચઢ. ઈટાલીનાં નગર રા ચાર્સના આક્રમણ નીચે પડ્યાં. અંદરઅંદરના સંહાર કરવાનાં શોખિન એવાં આ નગરરાએ રાજાશાહીના આક્રમણ નીચે કેવી કતલ ચાલતી હોય છે તે દેખી. ઈ. સ૧૪૯૪ની નાતાલના દિવસોમાં પિતાને અનંત નગર અને વિશ્વનગર માનતા રામ પર ચાર્લ્સમાં કટક આવી પહોંચ્યાં. એજ આ રેમનગર હતું જેના કપાળ પર સત્તાવીશ સેકાઓની શાહી હકુમતની રેખાઓ અંકાઈ ગઈ હતી. એજ આ રામનગર હતું જેની છબીમાં, જિસસના પ્રતિનિધિત્વની છાયા દેખવા, ઈસાઈ ધર્મનાં ધાર્મિક પડાપડી કરતાં હતાં. અને એજ આ રોમન નગર હતું જેણે જંગલી યુરોપને રોમન સંસ્કારની હકુમત નીચે આણીને અને પછી ધમધતાને ઈસાઈ રાજદંડ ધારણ કરીને આજસુધી યુરેપના મસ્તકને અહીં સાષ્ટાંગ નમવાની શિસ્ત શિખવી હતી. આ રમનગરના વિનાશની આગાહીતે, એક બાટલેમીઓ કેરોસીએ એપ્રિલના આઠમા દિવસે આપી દીધી હતી. એ દિવસે જ્યારે પિપ કલીમેન્ટ દશહજાર ધાર્મિકેને આશિર્વાદ આપતા હતા ત્યારે બારટોલેમીઓ ચીસ પાડી ઉઠે હતે, “ તારાં જ પાપને લીધે ચૌદ દિવસમાં આ રેમનગર તારાજ થઈ જશે” અને પછી રામની શેરીઓમાં બૂમ પાડત (“રોમ અગ્નિપરીક્ષા માટે તૈયાર થઈ જા !”) એ નાઠે હતે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy