________________
૩૧૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અને લાગાઓ પટે, હાલી કિસાને, પિતાના સામંત માલીકને નાણું પણ તાં હતાં. આ નાણું એક અદભૂત ચીજ માલમ પડી હતી. સામંતને પણ તેને ખૂબ ખપ હતું, કારણ કે આ નાણુ વડે જે જોઈએ તે ખરીદી શકાતું હતું. ' સામતિએ હવે પોતાનાં કામકાજ કરવા માટે નાણું અથવા રેજી આપીને, મજુરને પણ ખરીદવા માંડ્યાં હતાં, અને આ નાણુ વડે તેઓ મેળામાંથી બીજા વિભાગમાંથી આવતી વસ્તુઓ ખરીદવા જતા હતા. કઈ કઈ વાર, આ નાણાની રકમ નક્કી કરીને, સામંત પિતાના અર્ધ ગુલામ સને, આઝાદ બનાવી દેતે. આવો છુટ્ટો થએલે સફે પછીથી ગમે ત્યાં રોજ લઈને શ્રમ કરી શકતો. આ રીતે કઓ અને નાણું પ્રકાશનાં પહેલાં કિરણો બનતાં હતાં. મધ્યયુગના જીવનમાં ન ઊગતે વેપારી વર્ગ
યુરોપના મધ્યયુગના જીવનમાંથી નાના વેપારીઓ બનીને યુરોપના સામાન્ય માણસેના દિકરાઓ ઝેડ નામની લડાઈઓમાંથી હવે પાછા આવ્યા હતા. આ જીવનમાં નાના મોટા કારીગરેએ પણ વેપાર કરવા માંડ્યો હતો. બહારથી આવતી ઘણું વસ્તુઓ હવે યુરોપના ઘરના ખુણાઓમાં તૈયાર થવા માંડી હતી. ખેતીવાડીનું જૂનું જીવન હવે બદલાવા માંડ્યું હતું, નાણું શરૂ થવા માંડ્યું હતું. નાણાંને ઉપયોગ હવે સામંતો અને રજવાડાઓ માટે પણ જરૂરી બની ચૂક્યો હતે. ક્રઝેડ ની લડાઈ લડવા ગયેલા સામંત, ઈટાલીનાં વેપારીનગરમાં અનેક હુંડીઓ લખીને પાછા આવ્યા હતા. હવે તે વટાવવાને માટે તેમને નાણાંના સિક્કાઓની જરૂર પડતી હતી. ધીમે ધીમે આગળ વધતી આ આર્થિક હિલચાલ હવે આગળ જ વધવાની છે એમ કઝેડ પાછીને જમાનાને લાગતું. યુરેપની ધરતી પર આ આખી હિલચાલને ધારણ કરનારાં નાનાં નાનાં શહેરો શરૂ થયાં હતાં, અને બજાર ભરાવા શરૂ થવા માંડ્યાં હતાં. આ સ્વરૂપોમાંથી હમેશનાં બજારે બનવા માંડ્યાં હતાં. મધ્યયુગના યુરેપનાં આ નવાં નગર હતાં.
આ નવાં નગરને આગેવાન નો વેપારી હતું. આજ સુધી રાજાએ અને સામતેઓ પોતાના ઉમરા અને ધર્મગુરુની ઈચ્છાઓને જ ધ્યાનમાં લીધી હતી, પરંતુ હવે નવા ઊગી નીકળેલા આ વેપારી વર્ગની ઈચ્છાને પણ તેણે સાંભળવી પડતી.
યુરોપ પર શરૂ થયેલા મધ્યયુગમાં મધ્યમવર્ગ બનેલે આ વ્યાપારીઓને સમાજ હતે. વેપારી સમાજનું આગેવાન સ્વરૂપ સૌથી પહેલાં ઈટાલીના નગરેમાં આબેબ દેખાયું. રોમન શહેનશાહતના પતન સમયે બહારનાં જંગલી આક્રમણએ ઈટાલીના પ્રાચીન નગરનો નાશ કરી નાખ્યા હતા. આમ છતાં પણ મનગરમાં ધર્મની પોપ શહેનશાહતને મુકામ ચાલુ હતા. આ