________________
૩૦૧
વિશ્વ ઈતિહાસની રૂપરેખા હતાં, તે સૌ લેકેનું જીવન શાસ્ત્ર હતું. એ શાસ્ત્રમાં બધાં શાસ્ત્રો લખાયાં છે તેમ તેઓ માનતાં અને ખગોળશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણશાસ્ત્ર કે ગણિતશાસ્ત્ર બધું જ આ ક્વિાબમાં કહ્યા પ્રમાણે હતું, એ તેમને ખ્યાલ હતે. પછી ઈ. સ. ૧૨ મા સૈકામાં મધ્યયુગના જ્ઞાન સંસ્કારમાં એક બીજું પુસ્તક ઉમેરાયું. આ પુસ્તકમાં એરિસ્ટોટલ નામના એક ગ્રીક ચિંતકના વિચારે હતા. બાઈબલ પછીનું આ બીજું પુસ્તક સીકંદરના એલેકઝાન્ડ્રીયા નામના નગર મારફત અરબી ભાષામાં ભાષાંતર પામીને સાતમાં સૈકામાં ઈસ્લામના વિજ્ય સાથે ઇજીપ્તમાં પહોંચ્યું હતું અને ત્યાર પછી કેડ઼વાની વિદ્યાપીઠમાં આ ભણતરને મુસલમાન પેઈનમાં લઈ આવ્યા હતા. ત્યાં ઈસાઈ વિદ્યાથીઓએ એનું ભાષાંતર લેટિનમાં કર્યું હતું અને ત્યાંથી પિનીઝની પર્વતમાળને ઓળંગી જઈને આ પુસ્તક ઉત્તર પશ્ચિમ યુરોપમાં આવી પહોંચ્યું. હતું. હકુમતનું અંધકારમય સ્વરૂપ
યુરેપની ધરતી પર આ અંધકાર યુગ જેવા મધ્યયુગના રાજારજવાડાઓની હકૂમત જીવન પર ગોઠવાઈ જવા માંડી હતી. આ હકૂમતનું રૂપ ભયરૂપ હતું. આ ભયરૂપને ધારણ કરનારે રજવાડી સમાજ મધ્યયુગના જીવનવ્યહહારમાં ખેતરમાં, રસ્તાઓ ઉપર ઘરબારમાં જ્યાં અને ત્યાં ત્રાસ નીચે જીવન ગુજારતે દેખાતે હતું. આ ભય સ્વરૂપ ભયાનક એવા ભુખમરામાં રોગચાળામાં અને પરિઓની દંતકથાઓમાં પણ માલમ પડતું હતું તથા બાઈબલમાં લખ્યા પ્રમાણેના
જજમેન્ટ” દિવસની આરાધના કરતું કબ્રસ્તાનની દંતકથાઓમાં આવેલાં દેવદૂત સાથે હવે ડાકણો અને શયતાનના પડછામાં પણ ઉભરાવા માડયું હતું
પણ આવા ભયાનક જગતથી ભય પામીને ધર્મભીરતા અને કર્મભીરૂ તાના નિર્માલ્ય સ્વરૂપ ધારણ કરવાને બદલે મધ્યયુગનાં ભાન કઠોરતા અને કરતા ધારણ કરતા હતાં. આ કર માનાના મોટા સમુદાયે પિતાની ધરતી પરની મમતા છોડીને ઈસ્લામ સાથે ક્રિઝેડ અથવા ધર્મ યુદ્ધ ખેલવા નીકળતાં હતાં કારણ કે એમની પોતાની ઘરતી પર મમત્વને ધારણ કરે તેવું કોઈ પ્રેમસ્વરૂપ હતું જ નહી. એટલે સાહસિક સામંત અને રાજાઓના સંગમાં આરબો જોડે લડવા જવા મધ્યયુગી યુરેપનાં ક્રર માનવ સમુદાય, નીકળ્યા જ કરતા હતા. આરબેની ધરતી પર ક્રઝેડનાં આ લશ્કરે વિજ્યી બનીને જ્યાં જ્યાં આગેકૂચ કરતાં હતાં ત્યાં ત્યાં ઘાતકી એવું કર સ્વરૂપ ધારણ કરીને બિલકુલ સ્વાભાવિક રીતે સૌથી પહેલાં તમામ સ્ત્રીઓ અને બાળકોને સંહારી નાખતાં હતાં. યુરોપનાં આ ઈસાઈ માનવને દીલમાં બિલકુલ સ્વાભાવિક રીતે દયાને એક પણ છાંટે સંભવી શકે તેમ નહેતું.