SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ રામન જગતના ઉપસહાર અને યુરોપના જન્મ ૧૯૯ અને આ અધેરે તથા જમનાની મૂતિપુજાએ ઇંગ્લેન્ડ આવી ચૂકેલા ઇસાઈ ધર્મને ગૂંગળાવી નાખ્યો. બ્રિટનને હવે જરમના, એન્ગલ–લેન્ડ અથવા ઈંગ્લેન્ડ કહેતા હતા. ઈંગ્લેંડની ભાષા ટયુટાનીક ખતી. રામન કાનુન લય પામ્યા. રામનેએ સ્થાપેલી મ્યુનીસીપલ સમિતિને બલે ગ્રામ-પંચાયતા શરૂ કરવામાં આવી. અંગ્રેજી લાહીમાં સેલ્ટીક લેાહી એકઠુ થયું. આયર્લેન્ડના ઉલ્લેખ આયલેન્ડના ઇતિહાસ પણ હવે આરભાઇ ચૂકયા હતા. ઈ. સ. ૪૩૨ માં પેટ્રીક નામના ઇસાઈ, ધર્મ પ્રચાર માટે ત્યાં આવી પહેાંચ્યા ત્યારે ટારાના રાજવંશના એક મૂર્તિપૂજક રાજાનું ત્યાં રાજ ચાલતું હતું. પેટ્રીક આ મૂર્તિપૂજકના પલટા કરી શકયા પણ પ્રચારની બધી છૂટ મેળવી શકયા નહી. ફુઈડે। એના વિરાધી બન્યા. બાર વખત પેટ્રીકનું જીવન ભયમાં આવી પડયું. પેટ્રીકના ચમત્કારો લોકાની જીભ પર ચઢયા. પેટ્રીકની નીતિમત્તાએ લાકાના પલટા કર્યાં. પેટ્રીકે આયર્લેન્ડ પર ઈસાઈ દેવળા અને મઠ બાંધ્યાં. ઇસાઇ સાધુ સાધ્વીઓના સંધ આયર્લેન્ડમાં શરૂ થયા. પેટ્રીક ઇ. સ, ૪૬૧ માં મરણુ પામ્યા ત્યારે આયરીશ પ્રજાનું ધર્માં રૂપાંતર થઇ ચૂકયુ' હતું, અને જીવનની પછાત દશામાં આવેલી મૂતિપુંજા પરાજય પામી ચૂકી હતી. આયલેન્ડ, પેાતાની પછાત દશામાં અંધકારમય જીવતરનાં આગેવાન બની ગએલાં દેવદેવીઓને ફેંકી દઈ તે, જીવન વર્તનના મૂલ્યની ઇસાઇ આરાધનાના અંગીકાર કર્યાં. ફ્રેન્કી અથવા આઝાદ માનવી રેશમન સામ્રાજ્યના સમયમાં જ રાઈન નદીના પશ્ચિમ કિનારા પર આ લેાકાને ઇતિહાસે એળખી લીધાં હતાં. આ લોકેાતે મેઇન્ઝ નજીક એરેલીઅને હરાવ્યાં હતાં, પણ એમણે પાંચમા સૈકામાં કાલેાન જીતી લીધું અન ત્યાં પોતાનું મથક બનાવીને પછી પોતાની હકુમતને આશીનથી મીઝ સુધી સ્થાપી દીધી. પછી એમનાં કેટલાંક ટોળાંએ રાઇનની પૂર્વ બાજુએ રહ્યાં અને ત્યાં તેમણે ફ્રેકેાનીયાનુ પોતાનુ નામ પાડયું. આ લેાકેા દક્ષિણ અને પશ્ચિમ તરફ પણ વધ્યાં અને ઇ. સ. ૩૫૬ માં મ્યુઝનામના, સમુદ્ર અને સામ વચ્ચેના પ્રદેશપર તેમણે વસવાટ કર્યાં. આ લોકાને રામનાએ પણ ઉજ્જડ પ્રદેશાપર વસવા ખેાલાવ્યા હતા અને ઉત્તર ગાલના પ્રદેશ તેથી અરધા કે પ્રદેશ બન્યા. આ લાકા પોતાની સાથે જરમેનીક ભાષા અને મૂતિપૂજા લાવ્યાં હતાં. પછી આ લાકાએ રામાની હકૂમત ફેંકી દીધી અને પોતાની જાતને જંગલી નહી પણ્ આઝાદ માનવા તરીકે અથવા ફ્રેંક તરીકે પૂરવાર કરી. આ લેાકેામાં પહેલા ફ્રેક રાજા કલેાડીઓ નામને હતા. એણે ગાલ પ્રદેશના સામ નદી સુધી કબજો મેળવ્યા અને ટુરનાઈનને પોતાની રાજધાની બનાવી,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy