SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એણે પર્યટન શરૂ કર્યું. એને પકડવા અને ગનીમાં જ રાખવા સુલતાને માણસો મેકલ્યાં. એ નાસીને ખીલ આવ્યો, પછી નિશાપુર, મર્વ અને જારછન આવીને એણે રઝીઝની જન્મભૂમિ રાઇમાં આશ્રય લીધે. ત્યાં એણે પુસ્તકે લખ્યાં પણ પછી એને કઝવીન તરફ ભાગી જવું પડ્યું. એણે જીવનભર વૈદાના વિકાસમાં શ્રમ કર્યો. એણે વૈદા પર મોટા વીસ ગ્રન્થ તૈયાર કર્યા. એણે ગણિત, ખગેળ, ભૌતિકવિજ્ઞાન, રસાયણ, ભૂસ્તરશાસ્ત્ર, ચિંતન, ધર્મશાસ્ત્ર, કવિતા, તથા સંગીતશાસ્ત્રમાં મૌલિક ફાળે આપે. જ્યારે બીજાઓ ઊંધતા હતા ત્યારે ઇમ્ન–સીના રાતભર જાગતે. એનો જવાબ માગવામાં આવ્યો કે તમને સૌથી વધારે શાને માટે યાર છે, વિચાર માટે કે મદિરા અને છોકરીઓ માટે ? ત્યારે એણે જવાબ દીધે “માનવશરીર માટે, તેની માવજત માટે, અને તેથી વૈદકીય વિજ્ઞાન માટે.” પછી ઈસ્લામની પવિત્ર પકડમાંથી ટવા એ નીકળી નાઠે. એ એક નાયિકાના ઘરમાં સંતાઈ રહ્યો. એક કિલ્લામાં કેદી બનીને એણે થોડો સમય ગાળે અને પછી ત્યાંથી ફકીરના વેશમાં ભાગે. ઈસ્લામને આ મહાનુભાવ જપ વિના, આરામ વિના શ્રમ કરતે, પીતે, લખતે, ખડખડાટ હસતે, જ્ઞાનની શોધમાં અને સ્ત્રીઓ સાથેના પ્રેમમાં અખંડ દોડ્યા કરતે, અઠ્ઠાવન વર્ષની વયે થાકીને લેથ થયેલે પડ્યો અને ઘડપણ એની ઠેકડી કરે તે પહેલાં વિરામ પામી ગયે. ઈ. સ. ૧૦૦૦ પછી યુરોપ પર અંધકાર ફેલાવા લાગ્યો. એશિયા ઉપર પણ એ જ અંધકાર ફેલાઈ ચૂક્યું હતું. જગત આખું એક અંધારા કુવામાં ડૂબકી દેતું દેખાયું. ઈરલામી, સુલતાની બની ગઈ. ખ્રિસ્તી ધર્મ પ્રકાશ સામે આંખ મીચી દઈને કઝેડ નામનાં યુદ્ધોની નોબત વગાડી. યુરોપમાં સાધુ પીટરે, પિતાના ખચ્ચરની ખરીનાં પગલામાં માનવસમુદાયને હાં. પિપ અરબને ઈસુની કબરને ઈસ્લામ પાસેથી છોડાવવા સંહારની નોબત વગાડી. કલેરના બનડે મુસલમાનનું ખૂન કરનારને સ્વર્ગ અને દૂરીઓથી ખદબદતા આનંદનાં વચન આપ્યાં. સામતની “શિવલરી ” કતલ કરવાની તાકાતનાજ ગુણવાળી ગણવામાં આવી. ધરતીના ધણીઓએ જમીનના ટુકડાઓ પડાવવા માણસનાં માથાં ઉતારી લેવા માંડ્યાં. નવા ઊગતા યુરોપીયન વેપારીએ એશિયાનું બજાર હાથ કરવા કઝેડનાં ધર્મ યુદ્ધોનાં પાણું ચઢાવ્યાં. પશ્ચિમ અને પૂર્વ, માનવસંહારની બાથમાં આવ્યાં. કુંડેના રસ્તાઓ ધરતી પર શ્રમ કરતી માનવજાતનાં લેહીથી રંગાઈ ગયા. જ્ઞાન વિજ્ઞાનની ઘર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy