SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ વિશ્વ ઈતિહાસની રૂપરેખા " કરીને રચી. આ ભૂંગાળમાં, સીલાન, હિંદ, ચીન અને ઈસ્ટઇન્ડીઝનું આબેહૂબ વર્ણન કરાયું. અહમદ અલ યાકુબે ‘ રાષ્ટ્રગ્રંથ ' લખ્યો. અહમદ અલ, ખીરૂની ( ૯૭૩–૧૦૪૮ ) નામના મહાનુભાવનું નામ, ઇતિહાસકાર, ચિંતક શોધક મુસાફર, ભાષાશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગેાળશાસ્ત્રી, કવિ તથા વૈદ્ય તરીકે મશહુર બન્યું. ઈસ્લામનેા આ લીએનાર્દો મધ્યયુગની સીમા પર, જગતની વિધ્યા કલાઓની અંજલિ ભરતા, વિશ્વઇતિહાસના ઊંબરા પર ઉભા. મહમદગીઝનીના ઝંઝાવાતમાં ભળી જઈને આ બિની ભારતમાં આવી પહેાંચ્યું. ત્યાં આવીને એણે પેલા શિકારી બનેલા સુલતાનનેા સાથ છેડીને ધૂળમાં રગદોળાયેલાં, વિદ્યાનાં મૂલ્યાને વિણવા માંડયાં. હિંદમાં વરસો સુધી રહીને એણે સ ંસ્કૃત અભ્યાસ કર્યો તથા ભાષાંતર કર્યાં. એણે અનેક ગ્રંથા લખ્યા તથા દિને વાસ્તવિક ઇતિહાસ આલેખ્યા. આ ઇતિહાસ ઇ. સ. ૧૦૩૦માં તરીખ-અલ-Îિદ તરીકે પ્રગટ થયા. આ ઇતિહાસમાં એણે ખેંતાલીસ પ્રકરણા હિંદના ખગોળશાસ્ત્ર પર અને અગીઆર પ્રકરણા હિંદના ધર્મ વ્યવહાર પર અવલોકનરૂપે લખ્યાં. ભગવદ્ગીત્તા નામના ગ્રંથ ૫૨ એ મુગ્ધ થયા તથા ગીતાનાં કવનમાં આનંદ પામ્યા. એણે હિંદી ચિ'તન શાસ્ત્ર તથા ગ્રીક ચિત નની તુલના કરી તથા ગ્રીક ચિંતનના વૈજ્ઞાનિકરૂપ તરફ પેાતાની પ્રીતિ ખતાવી. એણે ગ્રીક યુલીડતું ભાષાંતર સંસ્કૃતમાં કર્યું તથા ટાલેમીના ગ્રંથને સંસ્કૃતમાં ઉતારીને હિંદને એ નવા ગ્રંથાની ભેટ ધરી. એણે રસાયણશાસ્ત્રના વિકાસ કરવાની વાત ઉચ્ચારી. વૈદ્યકીય વિજ્ઞાનાના પિતા અરબસ્તાનની ઇસ્લામિક હિલચાલ સિરીયામાં પેઢી ત્યારે વૈકીય વિજ્ઞાનના તેને પહેલા સ્પર્શ થયા. ઇરાનમાં વ્યાપક બનેલા ઈસ્લામે પછીથી ભારતીય, વિધ્યાકલાના વૈકીય વારસા ઇરાન મારફત મેળવવા માંડયેા. હીપેાક્રીટસ અને ગેલન નામના વૈદકીય વૈજ્ઞાનિકાને ઇસ્લામે અ ંગીકાર કર્યો અને પછી બગદાદ, શાહપુર, જીન્ડીસપુર, વિગેરે નગરામાં ત્યારના જગતમાં અજોડ એવાં દવાખાનાંઓ બંધાયાં. ઇ. સ. ૭૦૬માં દામાસકસની ઇસ્પાતાલ સૌથી મોટી ખતી. વૈકીય વિજ્ઞાનનેા વ્યવહાર કાયદેસર બન્યા, તથા વૈકીય વિદ્યાપીઠોનાં પ્રમાણપત્રા પામેલા વોજ વૈદક વ્યવહાર કરી શકે તેવું હ્યુ. અલી−ઇબ્ન ઈસાએ, એક જગાથી બીજે જનારી ફરતી ઇસ્પાતાલેાની યેાજના શરૂ કરી. ઇ.સ. ૯૩૧માં એકલા બગદાદ નગરમાં પ્રમાણપત્ર પામેલા ૮૬૦ વૈદો પ્રેકટીસ કરવા લાગ્યા. મેાત સામે મડાયેલા સસ્કૃતિના આ સગ્રામનેા આગેવાન અણુ–અક્રમહમદ–અલી–રઝવી, (૮૪૪-૯૨૬) નામના થયા. બગદાદની વૈદકીય વિદ્યાપીઠને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy