________________
યુરોપીય ઉત્થાનને જનક, ઈસ્લામ
૨૮૫ સંસ્કૃતિએ બધાં નગરોમાં હસ્તલિખિત પુસ્તકોના ઢગલા સરજાવ્યા. એકલા બગદાદમાંજ બુક સેલની એકસો દુકાન ખૂલી. આ દુકાનો પુસ્તક વેચવા ઉપરાંત લેખનને વ્યવસાય પણ કરાવતી હતી તથા પિતાને ત્યાં, લહિયાઓને પગારથી કામે રેતી હતી. આ રીતે આ નૂતન સંસ્કૃતિએ વિદ્યાની હિલચાલને બુકસેલરની દુકાનોમાં પણ ઉતારી દીધી હતી તથા દરેક દુકાન આ વિદ્યાપ્રવૃત્તિના ઉદ્યોગ જેવી બની હતી. ઈસ્લામનાં દરેક નગર ત્યારની દુનિયામાં, પ્રાચીન ચક્રવતિએનાં પાટનગરથી મૂળભૂત રીતે આ વિધ્યાના વ્યાસંગવડે જુદાં પડતાં હતાં. આ મહાન નગરે પર જુગારખાનાં કાયદેસર નહોતી અને પુસ્તકોની દુકાન તથા જાહેર પુસ્તકાલય માનવસંસ્કારનાં નૂતન કેન્દ્ર બન્યાં હતાં. આ સંસ્કારના જમાનાના વિદ્વાનોની સંખ્યા ઘણું હજારોની હતી તથા મશહુર એવા આ મહાનુભાવોની મિલ્કત ગ્રન્થના ઢગલાઓમાં અંકાતી હતી. આખા યુરેપભરમાં જેટલાં પુસ્તકો હોય તેથી ઘણું વધારે સંખ્યાવાળાં પુસ્તકને માલિક, ઈ.સ. ની, એક હજારની સાલમાં ઈસ્લામી સંસ્કૃતિને દરેક વિદ્વાન કહેવાતો હતો. એટલેજ બગદાદને એક વૈદકીય વૈજ્ઞાનિક બુખારા રહેવા જઈ શક્યો નહોતે કારણકે એનાં પુસ્તકોને ખસેડવા ચારસો ઉંટની જરૂર પડે તેમ હતું. અલ-વકીદી
જ્યારે મરણ પામ્યો ત્યારે એણે પેટીઓ ભરીને પુસ્તકોની મિલ્કત એના દિકરાઓને દીધી હતી. વિદ્યાને આ વ્યાસંગ ત્યારની દુનિયામાં, એકલા ચીન દેશ શિવાય ધરતી પર કોઈ પ્રજાને હતા નહીં. કેરડવાથી સમરકન્ડ સુધી થાંભલાઓ રોયા હોય તેટલી મેટી સંખ્યાના સંસ્કાર સ્તંભ જેવા મહાવિદ્વાને આ સંસ્કૃતિએ સંસ્કૃતિની ઘટનાની નીચે છાઈ દીધા હતા.
એટલે જ એરેબિક ભાષા પ્રમાણુશાસ્ત્ર વડે વિભૂષિત બની. એરેબિક વિદ્યાઓ, પર વિભાગવાર શબ્દ કેશે તેયાર થયા અને એનસાઈકપિડિયા લખાયા. આ બધી વ્યાપકતાનાં સંસ્કાર સ્વરૂપના નિર્માણમાં અનેક અનામી વિદ્વાનોએ જીવનભરના શ્રમયજ્ઞ કર્યા તથા જગતની સંસ્કૃતિની સેવાના અવધિ વહાવ્યા. ઈસ્લામની સંસ્કૃતિનાં બધાં નગરોની બધી મદોની દિવાલે, ભૂગોળ શાસ્ત્રીઓ, ઇતિહાસકારે, ધર્મ શાસ્ત્રીઓ, ન્યાશાસ્ત્રીઓ, તથા વૈજ્ઞાનિકે, કવિઓ અને તત્ત્વોની ચર્ચાઓ વડે હચમચી ઉઠી. ઈસ્લામના જમાનાના ઇતિહાસકારે
આ મહાન સંસ્કૃતિના વિદ્યા કક્ષાના મહાવિદ્વાનોનાં અનેક નામો આજે ખવાઈ ગયાં છે. ખવાઈ ગએલાં નામોને અંજલિ આપનારે વિદ્યાનો ફાલ એકલે ખોવાઈ ગયા વિના સંસ્કૃતિના સ્વરૂપમાં ન ઓળખાય તે મઢાઈ ગએલ ચિરંજીવ બને છે. વિદ્યાને અથાગશ્રમ ઉઠાવનાર આ મહાનુભાવોમાં ઈતિ