SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ર વિશ્વ ઈતિહાસની રૂપરેખા ત્યારના ઈસ્લામિક શાસનના અધિકાર નીચે ખ્રિસ્તી દેવળની કુલ સંખ્યા અગીઆર હજારની બની, તથા ખ્રિસ્તી ધર્મના બધા ઉત્સવો અને યાત્રાઓ આ શાસન નીચે મુક્ત બની ગયાં. કોનસ્ટેન્ટિનોપલમાંથી શરૂ થતી ખ્રિસ્તી ધર્મની ખ્રિસ્તીઓ પરની જોહુકમીમાંથી બચવા અનેક ખ્રિસ્તીઓ આ માનવ સંસ્કૃતિને આશરે શોધવા લાગ્યાં. માનવસમુદાયના જીવનવ્યવહારમાં માનવધર્મનાં ન્યાયનાં સ્વરૂપને ઉમેરવા આ સંસ્કૃતિના સરળ અને સીધાસાદા સિદ્ધાંતને લીધે જ, ચીન, ઈન્ડોનેશિયા, હિંદ. ઇજીપ્ત, ઈરાન, સિરીયા, ટયુનીશિયા, મોરક્કો અને સ્પેઈન વિગેરે દેશોના માનવ સમુદાયોએ તેને અપનાવ્યો તથા, ૩૫૦,૦૦૦,૦૦૦થી વધારે જન સંખ્યાવાળે આ વ્યાપક ધર્મ જગતના મહાન માનવધર્મોમાને એક સાબીત થયે. ઈસ્લામનું સરકાર-તંત્ર સિદ્ધાંતિક રીતે ઈસ્લામનું શાસનતંત્ર અથવા સરકાર તંત્ર, ધર્મ લેકશાહીના વૈરાજ્ય તરીકે શરૂ થયું. શાસનકર્તાની તથા શાસકસમિતિની ચુંટણી બધાં આઝાદ મુસ્લીમો કરતાં હતાં તથા, જેનાં માં અને બાપ બન્ને ગુલામ ન હોય તે આઝાદ નાગરિકે હતાં. આવી શાસન ઘટનાનું ધામ મદીના હતું. આ શાસનધટનાએ અશોક પછી અને બુદ્ધ પછી ફરીવાર ગુલામોની મુક્તિ આરંભી. પછી યુદ્ધો અને લોકશાહી વચ્ચેના જીવનવ્યવહારમાંથી જન્મ વિરોધ અહીં પણ દેખાય. વૈરાજ્યનું પતન થોડાક સૈકાઓ પછી થયું. ત્યાં સુધી આ ઈસ્લામિક રાજ્ય ધર્મતંત્ર તરીકે ચાલુ રહ્યું. આ ધર્મવૈરાજ્યને વડે ખલીફ ચૂંટાઈને આવત. આ ખલીફ કોઈ પાદરી નહતો અને પિપ પણ નહોતે. ચુંટાયા પછી એની સત્તા એકહથ્થુ હતી પણ વારસાગત નહતી. આવા સરકારી તંત્રની વ્યવસ્થા કરનાર કાર્યવાહી અનેક ખાતાંઓમાં વહે. ચાયેલી હતી. આ સરકારી તંત્રને કાનૂન કુરાનને હતે. કાનૂનશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અહીં એક બન્યાં હતાં. એકેએક કાનુનનો ભંગ પાપ પણ હતું અને ગુને પણ હતે. પણ સરકારી વ્યવહારને પ્રદેશ જેમ ઝડપથી વિસ્તાર પામતે ગયે તેમ નવા સમુદાયના જીવનના વિશાળ સવાલ ઉભા થતા ગયા અને પેલું ધર્મનું કાયદાશાસ્ત્ર ટુંકું પડયું અને કાયદાશાસ્ત્રપરની પ્રખર ચર્ચાઓ શરૂ થઈ અબુ હનીફ ઈબ્ન થાબીતે, ઈ.સ ૭૬ ૭માં આરબ રણ પ્રદેશના સમાજવહિવેટ પરથી રચાયેલા કુરાની કાનૂનને પલટી નાખવાની હિમાયત કરતે “એનેલેજીકલ ઈન્ટરપ્રીટેશન ઓફ લે” નામનો નવો સિદ્ધાંત શરૂ કર્યો. પછી કાયદાશાસ્ત્ર પર ચાર મુખ્ય શાખાઓ વિકસી અને તેમણે પોતપોતાની મિમાંસાઓ રજુ કરી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy