________________
ચરાપીય ઉત્થાનના જનક, ઇસ્લામ
૨૯
સખસલામતિ સુપરત કરનાર દેવદેવીઓની પ્રચંડ મૂર્તિ એનાં ભાગ્યાંતૂટ્યાં અંગ પણ રેતીમાં સેળભેળ થઈ ગયાં હતાં. પ્રાચીન ભંગાર ખતીને અધિકારનાં આ સ્વરૂપે આ રણપ્રદેશની સીમા પર શમી ગયાં હતાં. મૂતિઓનું આવું ખંડન દેખતા આરોાના રણપ્રદેશ પર કઠોર એવી કુદરતના ગજબનાક એવા આકાશી ઘૂમ્મટની અન ંતતા જાણે ગૂંજ્યા કરતી હતી કે શહેનશાહતોની બધી મૂર્તિઓ જન્મે છે અને મરણુ પણ પામી જાય છે.
પણ જે કંઇ અજર અને અમર છે તે તે આ અનત આકાશની અનંતતાને ધારણ કરનારા ઘૂમ્મટ છે. આ આસમાનના ઘૂમ્મટ નીચેની પૃથ્વી પર મૂર્તિપૂજાનાં અજ્ઞાન અને અવિધ્યા જેવાં ખંડન વેરાયા કરતાં હાય છે. આ ખંડિયરામાંથી સુઘીસુધીતે, ભગારના ઢગલામાંથી, અક્ષર એવી સંસ્કૃતિની જીવનમૂલ્યની કણિકાઓને ધારણ કરતા હોય તેવા આ વેરાનપ્રદેશ અલ્લાહતા ઉદય દેખતા હતા.
મૂર્તિ પૂજક જગત હવે ચીન, ભારત અને ગ્રીસ જેટલું ઈ. સ. પૂર્વેનાં હજારા વરસ જેટલું જુનુ બની ગયું હતું. આ પુરાણા જગતે સાચવી રાખેલી મૂર્તિ પુજાની અધતા સામે સૌથી પ્રથમ હિંદભૂમિપરથી એક ગૌતમબુદ્ધે એશિયાભરને નૂતન નજર દાખવનારા પડકાર દીધા હતા. ત્યાર પછી આ મૂર્તિપૂજાના અંધકાર સામે લાખા યહૂદી માનવાએ પોતાનાં બલિદાન દઈ ઇને એક ઇશ્વરની યાદ પૂકારી હતી. ત્યારપછી પડેાશીપર પ્રેમ કરવાની માનવતાભરી યાદ આપીને જિસસ મૂર્તિપુજાના વધ સ્તંભપર ચઢી ગયા હતા. મૂર્તિ પુજાની પછાત દશામાંથી માનવજાતને ઉગારવા આટલું થયું છતાં મૂર્તિ પૂજાની અંધિયારી વડીએમાંજ હજુ જગત ગુંગળાતું હતું. અહીં પણ અરબસ્તાનની ધરતી પર ત્યારે મક્કા, મૂર્તિપુજાની બમાથી કંપી ઉયું હતું.
મૂર્તિઓનો નિષધ કરનારા અને પડેાશી પર પ્રેમ કરવાની અનુરાગની આરાધના કરનારા ઈસાઈ ધર્માંતે ધારણ કરીને રામન શહેનશાહત, પ્રેઝન્ટીયમનગરનું નામ કાનસ્ટેન્ટીનેપલ પાડીને એસફરસપરના પૂના આ નગરમાં પેાતાનું સિંહાસન સાચવીને બેઠી હતી અને શહેનશાહતની બધી મૂર્તિને સંભાળતા અને ઇસુના ક્રિયાકાંડાની અનેક મૂર્તિ પૂજાઓનુ પણ ધ્યાન ધરતા ઈસાઈ શહેનેશાહ ત્યારે પૂર્વની દુનિયામાંના રણ વેરાનમાં રહેતી, આરબ ભરવાડાની વણુઝારમાંથી એક નૂતન સંસ્કૃતિને અવાજ એક ઇશ્વરના નામને ઉતા અલ્લાહુની યાદ સાંભળી રહેતા હતા.
આ અવાજ આરબ ધરતી પરથી ઉતેા હતા. આ અવાજને ધારણ કરનાર આરબ માનવાનું જીવનધારણ હતું. જગતને સમેાધન કરતા હોય તેવા