SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સસ્કૃતિનું મુલ્યાંકન આ મહાન જાહેરાતવાળી સંસ્કારી ધઘટનામાં દેવળા કે પાદરીઓની જરૂર નહતી. આ નૂતન ધર્મધટનાએ એક ધર્મ અદાલતની જ સ્થાપના કરી, મસદ નામની આ અદાલતમાં માનવમાત્રને સમાનભાવે, એક અલ્લાહની યાદ નીચે ન્યાસમતાના ઉદઘોષ કરવા આવાહન અપાયું. આ ઉદ્યાષ કરનાર પ્રાચીન જગત પછીના મધ્યયુગી જગતના સંસ્કારના સમ આગેવાન મહંમદ પયગંબરે શિલ્પકલાની મના કરી હોવાનુ મનાય છે. આ મના પાછળ, રખે મુર્તિપુજાના મિલન સ ંગ થઈ જાય તેવી ખીક પણ હશે, અને અરબસ્તાનનાં રણ વેરાનમાં શિલ્પ કલાનું સ્થાનપણ નહી જેવું જ હતું. પરન્તુ મહમદની આગેવા પામીને અલ્લાહની યાદ જ્યાં ભાંગ પૂકારતી હતી તેવી મસળો શિલ્પકલાના સૌદર્ય થી મઢાવા માંડી. કલાનુ રૂપ મઢવામાં ઈરાન સૌથી મેખરે રહ્યું. સોનેરી છાપરાવાળા, દિવાલોના સુંદર કૈાતરકામ વાળી, આરસના અનેક સ્ત ંભોવાળી નિશાપુરની મસદ ભવ્ય હતી અને હીરાટની મસજીદની સુંદરતા અદ્ભુત મનાતી હતી. મુર્તિ એમાંથી મુર્તિ પૂજા તરફની ખીકને લીધે ઈસ્લામના કલાકારોએ કલાનું રૂપ એકલા શણગારના સ્વરૂપમાં વિકસાવ્યા કર્યું, અને અનેક જાતની નકશીએ કૈાત કરી. ૨૫૭ એવા ઈસ્લામને સંસ્કાર, પૂર્વ પ્રદેશનું બધા સંસ્કાર ધનનું નજરાણું ધરીને પશ્ચિમ યુરેાપના ઉત્થાનને આરાધતા કાનના ઉંબરા પરથી નુતન સંસ્કૃતિની જીવનસંધ્યા બનતો હતો. પિરામીડે પરનાં પાંચ હજાર વરસ કરતાં ઇરાની ઉંબરા પરના પાંચ સૈકાના સમય પશ્ચિમના ઉત્થાન, સૌથી મોટા કલાગુરૂ બનીને, ઉમર ખ્યામના કવનમાં કહેતા હતા, કે, દિલને દિલાવર બનાવીને, આ પાસિક ખંડમાં જીવન વસંતને અમે ઉજવીને, ઉજવણીએ, ઉજવણીએ અમે ધરતીના અંતરમાં ઉતરતાં જઇએ છીએ, અને કાને માટે, તમારે જ માટે અમારાં જીવનવાહન મૂકતાં જઈએ છીએ.' ઇસ્લામનું વિજ્ઞાન——ઉત્થાન ઈસ્લામના ઉદયે રામન સામ્રાજ્યનાં ભંગારમાં જગત પર વેરાયલાં પડેલાં સંસ્કાર મૂલ્યાને, ભારતમાંથી, ઇરાનમાંથી, ગ્રીસમાંથી, વીણી વીણીને અને આ મૂલ્યેામાંથી માનવધર્મની ન્યાય સમતાને ધારણ કરીને જુના જગતની બધી વૈજ્ઞાનિક વિચારણાને એકઠી કરીને તેની અંદર ઘૂસી ગએલાં અવૈજ્ઞાનિક તત્ત્વાને દૂર કરવા માંડયા હતાં તથા તે માટે સમોરને વાપરવા માંડી હતી. જેતે પેાતાનું નામ લખતાં પણ નહેતું આવડતું એવા એક વખતને નિરક્ષર એવા આરબ માનવસમુદાય સંસ્કૃતિની શાળા બનાવીને ભણવા એસી ગયા. ઇસ્લામની સંસ્કાર પ્રેરણા પામેલા ઇબ્નસીના, અલીન્દી, રઝીઝ, જેવા વૈજ્ઞાનિકાનાં નામ પ્રકાશ પામ્યાં. યુરોપ પર પથરાયેલાં ઇસાઇ દેવળા અને પાદરીઓના ધારા પડછાયાએને ઇસ્લામે વિજ્ઞાનના નામમાં પડકાર કો. ઇસ્લામના ઝંડા નીચે નવા વિકસેલા વેપારી સમાજે અને ખલિફાઓએ વિદ્યાના વ્યાસંગને પોતાના વહિવટનું મૂખ્ય અંગ બનાવ્યા. ૩૩
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy