SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ૨૩૪ આગળ ધરતા હતા તથા બારણામાં પ્રવેશતા પહેલાં જ રામન શહેશાહતનું આ શાહી સ્વરૂપ ગુલામેાની સેવા પર સિતમ જેવું શરૂ થતું હતું. આ સિતમ ખનેલી યાતનાઓથી ઉભરાતી ગુલામાની જીંદગી પર આખુ રામન સામ્રાજ્ય રેશમ જેવી ટાલીની નગરીઓમાંથી ઉપભોગ કરવા અને કેવળ આનંદમાં આળાટવા મચી પડયું હતુ. આ ઉપભાગમાં પરિણીત જીવન અને કુટુંબજીવનની એકતાનાં બંધને પણ તૂટી પડતાં હતાં. જીવનને ધારણ કરનાર માનવનીતિમત્તાનુ` કા` સામ્રાજ્યના વતરે ફેંકી દેવા માંડયું હતુ. ક્રૂરતા, ધિક્કાર, વ્હેમ, શંકા અને વ્યગ્રતાના મનેભાવે, નીચે ખુદખદતુ રામન જીવતર, ભૂવા, જોષીએ, જાદુગરા અને દેશદેશમાંથી જીતાઇને આવી પહેાંચેલાં દેવદેવીઓથી વિંટળાયેલું, નિર’કુશ આનંદના અતિરેક તરફ ધસવા માંડયું હતું. માનવજાત સાથેની જીવતરની એકતાના એના બધા તંતુએ તૂટવા માંડયા હતા. પોતે એકલું જ અનેાખુ જગત છે એમ સામ્રાજ્યનું શાસક જગત માનવા માંડયું હતું. આ જગતમાં પેાતાને જ સવ અધિકારના સર્વ હક્ક સ્વાધિન છે એમ માનતા આ શાસકવગ સ્વચ્છંદતાના બધા સ્વૈરવિહારામાં વિધાતકરૂપ ધારણ કરીતે, પેાતાના સ્વસકુચિત કાકડામાં ભરાયા હતા. સામ્રાજ્યના શાસકા બનેલા આ શ્રીમંતા પેાતાના મહાલયામાં, ઉદ્યાનામાં અને આન વાટિકામાં પીતાં હતાં, જુગાર ખેલતા હતા અને હૉમરની કવિતાનાં લલકાર સાંભળતા હતાં. સુધારાની હિલચાલ સામ્રાજ્યના આવા સ્વરૂપને સુધારવા રામનગરનો શહેનશાહત બનેલી સીનેટ નામની સરકારી કારોબારી પાસે ગ્રેકસ નામના એક મહાન રામનના ટીખેરિયસ અને ગીયસ નામના બે દિકરાએ રાજકારણમાં પ્રવેશ કરતા હતા. આ બંને જણ ઇટાલીના પ્રદેશ પર સુધારાનુ રાજકરણ શરૂ કરવાની કારાખારીમાં શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરતા હતા. ટીએરિયસ સરકારી કારે. ખરીમાં ચૂંટાયા અને તેણે કાઈ પણ જમીનદારા એ અમુક એકરથી વધારે જમીન ન રાખવી તેવા સુધારા રજૂ કર્યાં. આ રીતે વધારાની જમીન, એણે જમીન વિનાના ખેડૂતને વહેંચી આપવાની દરખાસ્ત કરી. સામ્રાજ્યના જમીનદારાએ એને રાજસભામાં ચાર અને લૂંટારા કહ્યો. તેમણે ટીખેરિયસનું ખૂન કરવા માટે રામનગરમાં ધીંગાણાં કરાવ્યાં અને રાજસભામાં ટીબેરિયસને મારી નાંખવામાં આવ્યા. પણ ટીખેરિયસના ભાઇ ગીયસે, ટીએરિયસે શરૂ કરેલી સુધારાની હિલચાલ ચાલુ રાખી તથા ગરીમાને મદદ કરવાના કાયદો સીનેટ પાસે પસાર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy