SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ રરર . વિશ્વ ઈતિહાસની રૂપરેખા રોમન સામ્રાજે આ સાલમાં જગત જીતીને ચક્રવતિપદ ઇતિહાસમાં ધાવ્યું. એ જ સમયે આ નવા ફેરફાર સાથે, સામ્રાજ્યને વહિવટ કરતી રોમનગરમાં બેઠેલી, રોમન સ્વરાજમાંથી ચૂંટાતી સીનેટના નામવાળી સરકાર પિતાની કાયા પલટવા માગતી હતી. સરકારનું સ્વરૂપ હવે લોકશાહીનું અથવા શ્રીમંતશાહીનું રહેવા નહતું ભાગતું. આ સ્વરૂપ હવે શ્રીમતશાહીમાંથી, શ્રીમંત સરમુખત્યારશાહીનું બનવા માગતું હતું. આ સરકારના વ્યવહારમાં જ આસ્તે આસ્તે, લેકશાહીને વ્યવહાર તે મરણ પામી ચૂકેલે હતા, અને સીનેટ પોતે શ્રીમંતશાહીવતી ચાલતી સરમુખત્યાર કારેબારી બની ચૂકી હતી. આ કારેબારીનું સ્વરૂપ રેમના બેંકરે નાણુની રેલમછેલ કરીને મત ખરીદીને નક્કી કરતા હતા. આ શ્રીમંતશાહે જે સીનેટને ખરીદતા હતા, તેનું સ્વરૂપ કેવળ લશ્કરી જ હતું. સીનેટનું સ્વરૂપ લશ્કરી સેનાપતિઓનું બની ચૂક્યું હતું અને હવે આ સેનાપતિઓ સૌ કોઈ પોતાની સંવારની તાકાતની હરિફાઈના પરચા બતાવીને સામ્રાજ્યના એકહથ્થુ સરમુખત્યાર બ વા માગતા હતા. હવે ઈ. સ. પૂર્વેના સમયને આથમી જવાને ૪૫ વરસ જ બાકી હતાં ત્યારે આ સવાલને સીઝર પિતાના હાથમાં ધારણ કરતો હતે. આ જુલિયસ સીઝર સૌથી વધારે હોશિયાર હતું. એણે પિતાની તાકાતને પર બતાવવા રોમન લશ્કરે લઈને આ૫સ પર્વત ઓળંગીને આજે જેને આપણે ફ્રાન્સ કહીએ છીએ તેને જીતી લીધું હતું. પછી એણે રાહઈન નદી ઉપર લાકડાનો પુલ બાંધીને તેને પાર કરીને કિનારાના પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હતું. ત્યાંથી એણે જહાજેમાં લશ્કર ભરીને ઈગ્લેંડ પર ચઢાઈ કરી. ત્યાં તો એને સમાચાર મળ્યા કે સીનેટે પિમ્પીની નિમણૂંક જીવનભરના સરમુખત્યાર તરીકે કરી દીધી હતી. એટલે એણે ઈગ્લેંડ પરની ચઢાઈને આટોપી લઈને રૂબીન નદીને પાર કરીને ઈટાલીમાં પ્રવેશ કર્યો. પમ્પીની સરમુખત્યારી સામે સીઝરે પિતાની સરમુખત્યારી સ્થાપન કરવા માટે ઈટાલી પર આક્રમણ કર્યું. પિમ્પી ઈજીપ્ત તરફ ભાગ્યા. પણ સીઝર એની પાછળ પડે. સીઝરે ઈજીપ્તના નૌકા કાફલાને સળગાવી મૂક્યો, અને એલેક્ઝાન્ડ્રીયાનું જગમશહૂર પુસ્તકાલય આગમાં સળગી ગયું. ઈજીપ્તના લશ્કર પર સીઝરે હલ્લે કર્યો. ઈજીપ્તના અનેક સૈનિકે નાઈલ નદીમાં ડૂબી મુઆ અને તેમની સાથે ઈજીપ્તને શહેશહ ટોલેમી પણ ડૂબી ગ. પિમ્પી પણ મરણ પામે અને સીઝરે લેમિની બહેન કલીઓપેટ્રાના હાથ નીચે નવી સરકારની નિમણુંક કરી. સીઝર કલીઓપેટ્રાના પ્રેમમાં પડ્યા અને ક્લિઓપેટ્રા સાથે રોમન સરકારને સરમુખત્યાર બનવા . સ. પૂર્વે ૪૬ની સાલમાં આવી પહોંચે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy