SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વિAવ ઈતિહાસની દિપાવલી ૨૧૩ બને તેવી ઘટિકાને જોઈ રહ્યો. એ બબ, “કોઈ ગરીબ..ગરીબના ઘરમાં જનમ્યાં હશે....ગરીબની જનેતાએ ઉછેર્યો હશે...જીવલેણ જીવન જીરવી ચૂક્યાં હશે, તે લેક જનતાઓનાં અનેક ફરજંદ... અહીં આવા માચડાઓ પર અસંખ્ય બનીને પહોંચી ગયાં હશે.” એણે એના જલ્લાદ અફસર પર નજર નાખીને કહ્યું: “ઉતાવળ કરે એણે એક નફફટ હાસ્યને ખખડાટ સાંભળે. બીજી પળે એણે પિતાના હાથપગની હથેળીમાં ઠેકાતા જતા ખીલા જોયા. એને અંધારાં આવ્યાં. અંધારામાં એ ખીલા એને મેટા થતા દેખાયા. એના માથામાં યાતનાના અવાજ જેરથી ખખડી ઊઠયા. દરેક અવાજે પેલા ખીલા મોટા થતા હોય એમ એને લાગ્યું. જિસસને દેહાંત દેનાર રસાલે કિલ્લાના ચગાનમાં ઉભો હતે. ભાનમાં આવેલે જિસસ પિતાની સામેના વિશાળ કિલ્લા તરફ જઈ રહ્યો. રેમનશાહીનું એ હકુમતખાનું હતું. એનો અપરાધ વાંચી સંભળાવનાર અફસર આગળ આવ્યા અને બેલ્યો, “આ માણસે, ઈસુએ સીઝરની સરકારને કરવેરા નહિ ભરવાને પ્રચાર કર્યો છે તથા એ પિતાની જાતને યહૂદીઓને ક્રાઈસ્ટ (રાજા) કહે છે.” એ અવાજ તરફ ભયંકર રીતે જિસસે યાતનાની ચીસ પાડી. પાયલેટથી માંડીને પેલે આખે રોમન ગઢ જાણે એક પળવાર હચમચી ઊઠશે. પછી ઈસુની આસપાસ રોમન સંગીને સળવળી ઊઠી. રોમન હકૂમતના શિલાવાસના ઝરૂખામાં ઉમલ પાયલેટ, કાંટાળો તાજ પહેરીને વધસ્તંભ પર ચઢી ગએલા ઇસુ આગળ વંતિય દેખાય. પછી યહૂદી ધરતી પર રોપાયેલા, રોમન શહેનશાહતના રોમન કાનૂનના વધસ્તંભને હચમચાવી નાખે તે એક ચિત્કાર દૂરથી સંભળા. લેકેનાં ગમગીન ટોળાંઓ વચ્ચેથી દેડતી આવતી મેરી વધસ્તંભને દૂરથી જોતી પટકાઈ પડી. માતા મેરિયાને બેભાન પડેલી છેડીને બે યુવતિઓ, વધસ્તંભ પર ચઢી જવા જાણે દેડી, પણ રોમન સંગીને પાસે થંભી ગઈ. આ બેમાં એક, જિસસની મેરી નામની બહેન હતી અને બીજી મેરી મેગડેલેન હતી. એ વિશ્વ ઈતિહાસને, સીમાસ્તંભ પેલેસ્ટાઈનની ધરતી પર રોપાય ત્યારે વિશ્વઈતિહાસ પર ઈસાઈ સંસ્કારની પહેલી સાલ મુબારક લખાતી હતી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy