________________
વિવ ઈતિહાસની દિપાવલી
૨૧૧ એવા ભગવાનને પિતાની અંદર આ દેવળ કેવી રીતે શમાવી શકશે ! ઈસુએ પણ એજ કહ્યું છે કે, ભગવાનને પ્રેમરૂપમાં શમાવનાર દેવળ માનવીનું દિલ છે, એક માત્ર.”
પણ હું ઇસુને પૂછું છું.” બેલતે સિઆફિસ બરા. “બેલ જિસસ, તું ભગવાનને દિકરે છે?”
તું પણ ભગવાનને દિકરે છે, એમ હું કહીશ તે તું માનશે નહિ, સિઆસિ!” ઈસુએ સ્મિત કર્યું.
ધર્મનિંદક, યહૂદીઓનો તું રાજા છે, ક્રાઈસ્ટ છે, એમ તેં નથી ઉપદેર્યું?” આનાએ બૂમ પાડી.
“હા, તમે સૌ કહે છે કે હું ચૂદીઓનો રાજા છું. હું રાજા છું જ, પણ આજે દુનિયામાં રાજાને જે અર્થ થાય છે તે અર્થમાં નહિ. જેને જેને આ ધરતી પરની માનવતા માટે પ્રેમ છે તે મારું રાજ્ય છે, અથવા તે ભારે વ્યવહાર છે, વહિવટનો પ્રદેશ છે. આ વહિવટની સાબિતી હું આપી શકું તે સત્ય સાબિત થયું કહેવાય.”
ઈસુને કરુણું ભરેલે અવાજ કાળના ઈન્સાફ જે સાફ સંભળા.
રેમન શહેનશાહને પ્રતિનિધિ પાયલેટ આ અદાલત પર પ્રમુખ બનીને બેઠે હતું તે, એના સિંહાસનમાં સળવળવા લાગ્યો. રેમન શહેનશાહતને હચમચાવી નાખનારા બીજા બળવાખોર કરતાં આ બળવાખોર એને જરાક જુદા દેખાય. ( પાયલેટ છેવટનો ચુકાદ દઈ દેતાં, અદાલતની મંજૂરી માગીઃ “તમે સૌ જુઓ છો કે, જેરૂસલેમને દેવાલય સામે અને રેમન શહેનશાહતના કાનૂન સામે બળ પુકારનાર આ ઈસુ દેહાંતદંડને પાત્ર છે.”
દેહાંતદંડને અમલ કરવા માટે, પછી ઈસુને, રેમન સૈનિકના પહેરા વચ્ચે, એનિયાના કિલ્લાના ચગાન તરફ વાંકવામાં આવ્યા, તથા જે વધસ્તંભ પર એને જડી દેવાનો હતો, તે ઊંચકી લેવા માટે વધસ્તંભને એની ખાંધ પર ચડાવવામાં આવ્યો. ઇતિહાસને સમય સ્તંભ.
આખી દુનિયાના દેશોને જીતીને, આખી દુનિયાનાં ભગવાનનાં પુતળાંઓને પિતાના વિશ્વનગર રેમના પેન્થિનમાં ગોઠવીને, આખી દુનિયાના ધર્મોના પાદરીઓને પિતાની શહેનશાહતના હાથા બનાવીને, રોમન શહેનશાહની અને જેરુસલેમના ધર્માચાર્યોની હકૂમતે, પેલેસ્ટાઈનની ધરતી પર ઈન્સાફના